30 Dec 2013
'રાજ્યના MLAsને ૫ આંકડાનો પગાર તો કર્મચારીઓને કેમ ફિક્સ' - ફિક્સ પગારધારી વાલી સંગઠનની ૬ઠ્ઠીએ આંદોલન માટે બેઠક ધારાસભ્યોને પાંચ આંકડાનો પગાર મળે છે તો રાજ્યના વિવિધ સરકારી વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓને શા માટે ફિકસ પગાર આપવામાં આવે છે. શું ધારાસભ્યોને ઘર-બહાર અને પરિવારજનો છે તો ફિકસ પગારધારી કર્મચારીઓને શું આગળપાછળ કોઇ નથી..? તેવો આક્રોસ વ્યક્ત કરતા ફિકસ પગારધારી કર્મચારીઓ હવે રાજ્ય સરકાર સામે આંદોલન કરવાના મુડમાં આવી ગયાં છે. તે માટે ૬ જાન્યુઆરીના રોજ સેક્ટર-૨૮ના બગીચામાં બેઠક યોજવામાં આવી છે. આ અંગની વિગતો એવી છે કે ફિકસ પગારમાં નોકીર કરી માંડ પરિવારનું પુરુ કરનારા કર્મચારીઓ દ્વારા ફન્કસપગારધારી વાલી મંડળ નામનુ એક સંગઠન બનાવાયુ છે. તેના કાર્યકરો દ્વારા જણાવાયુ છે કે ઘણાં લાંબા સમયથી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં અનેક શિક્ષિત બેકારો ફિકસ પગારથી ફરજ બજાવી રહ્યાં છે. તે તેમામનું સરકાર દ્વારાજ શોષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં મોંઘવારી વધવાના કારણે ફિકસ પગારમાં નોકરી કરનારાઓની હાલત અત્યંત દયનિય થઇ છે. રસોડાનો ખર્ચ, બાળકોની ફીષ ઘર ભાડુ વગેરે કાઢવામાં દર માસે દેવુ કરવાની સ્થિતિ આવે છે. જ્યારે બીજી તરફ પ્રજાના મતોથી ચૂંટાઇને આવેલા દારાસભ્યો પાંચ આંકડાનો પગાર મેળવી લહેરથી જીવવી રહ્યાં ચે. કોઇ નેતાને ફિકસ પગારધારી કર્મચારીઓના હિતની પડી નથી. સરકારના જક્કી વલણના કારણે ફિકસ પગારના કર્મચારીઓ અને તેમના પરિવારજનો તથા વાલીઓ ભારે પરેશાની ભોગવી રહ્યાં છે. ગુજરાત સરકારને હાઇકોર્ટે પુરો પગાર ચૂકવવાનો હૂકમ કર્યો હોવા છતાં સરકાર દ્વારા આદેશનું પાલન કરવામાં આવતુ નથી. બીજી તરફ પુરો પગાર માગનારા ફિકસ પગારધારી કર્મચારીઓને જાણે ગુનેગાર માની તેમનો કેસ સુપ્રિમ કોર્ટમાં લઇ ગઇ છે. તેમણે ધારાસભ્યો અને મંત્રીઓને પણ રાજ્ય સરકારના ફિકસ પગારધારીઓ જેટલો જ પગાર આપવાની માગણી કરી છે. સરકાર સામે આંદોલનની વ્યુહરચના ગોઠવાશે એક યાદીમાં જણાવાયુ છે કે સરકાર પોતાના બાષણોમાં સુશાસન અને સુરાજ્યની વાતો કરે છે. જે યોગ્ય નથી. કારણ કે સમાનતાના સિધ્ધાંત મુજબ સરકારે સમાન કામ સમાન પગાર ચૂકવવાની માગણી કરી છે. આ માટે ૬ જાન્યુઆરીના રોજ સવારે ૧૧ વાગ્યે સેક્ટર-૨૮ના બગીચામાં બેઠક બોલાવીઇ છે. તેમાં ફિકસ પગાર મેળવનારા રાજ્યના સેંકડો કર્મચારીઓ ઉમટી પડશે અને રાજ્ય સરકાર સામે આંદોલન કરવાની વ્યહરચના ગોઠવશે.
29 Dec 2013
હવે CCC પાસ કરે એને જ બઢતી પહેલા બઢતી પછી પરીક્ષા નહિ, હવે CCC પાસ કરે એને જ બઢતી ગુજરાત સરકારના અધિકારીઓ-કર્મચારીઓ જોગ પરિપત્ર : પરીક્ષા બાકી હોય તેવા પપ વર્ષ સુધીના કર્મચારીઓ પરીક્ષા આપી દયે ગાંધીનગર : ગુજરાત સરકારે સરકારી અધિકારીઓ, કર્મચારીઓને બઢતી આપ્યા પછી સી.સી.સી. પરીક્ષા પાસ કરવા છુટ આપેલ તેમાં ફેરફાર કર્યો છે. હવે રાજય સરકારના નોકરીયાતો કોમ્પ્યુટર જ્ઞાનથી આ પરીક્ષા પાસ કરે પછી જ બઢતી કે ઉચ્ચ પગારનો લાભ મળશે. સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ દેવી પંડયાની સહીથી આ અંગે તા. ૧૧-૧૧- ર૦૧૩ના રોજ પરિપત્ર ક્રમાંક પરચ-૧૦ર૦૦પ-૧પ૩ર-ક પ્રસિદ્ધ થયો છે. પરિપત્રમાં જણાવાયું છે કે જે અધિકારી/ કર્મચારીઓને CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મળેલ છે અને જમેણે હજી CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની બાકી છે, તેવા અધિકારી/ કર્મચારીઓએ (૧) તેમની નિવૃત્તિ તારીખ સુધીમાં અથવા (ર) તા. ૩૧-૧ર-ર૦૧૩ સુધીમાં, એ બે પૈકી જે વહેલુ હોય ત્યાં સુધીમાં આ પરીક્ષા અચૂક પાસ કરી લેવાની રહેશે અન્યથા તેમને આપવામાં આવેલ બઢતી/ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ પરત લેવામાં આવશે. તા. ૧-૭-ર૦૧૩ના રોજથી જેમણે CCC/ CCC+ પરીક્ષા પાસ કરી હોય માત્ર તેવા જ અધિકારી/કર્મચારીઓના કેસમાં બઢતી/ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા વિચારણા કરવાની રહેશે અને જે અધિકારી/ કર્મચારીઓએ કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત પરીક્ષા પાસ કરી નહીં હોય તેમને બઢતી/ ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર રહેશે નહીં. હવે બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત CCC/ CCC+ ની પરીક્ષા પાસ કરેલ હોવી એ પૂર્વશરત/લાયકાત છે. જે અધિકારી/ કર્મચારીઓને CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મળેલ છે અને જમેણે હજી CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની બાકી છે તથા જેઓએ પંચાવન વર્ષ પૂર્ણ કરેલ નથી તેવા અધિકારી/ કર્મચારીઓએ તા. ૩૧-૧ર-ર૦૧૩ સુધીમાં આ પરીક્ષા અચૂક પાસ કરી લેવાની થતી હોઇ તેઓ આ બાબતે સરદાર પટેલ રાજય વહીવટ સંસ્થા, અમદાવાદ અને તે સંચાલિત પ્રાદેશિક કેન્દ્રોનો સંપર્ક કરી સ્પીપા દ્વારા આયોજીત CCC/ CCC+ ની પરીક્ષામાં ઉપસ્થિત રહી શકે છે. આ કર્મચારીઓ પૈકી જે કર્મચારીઓ CCCની પરીક્ષા પાસ કરવાની બાકી છે તેઓ પણ ઠરાવની જોગવાઇઓને ધ્યાને લેતા CCC. ને બદલે CCC+ની પરીક્ષા આપી શકે છે. તેમ પરિપત્રમાં જણાવાયું છે.
28 Dec 2013
Subscribe to:
Posts (Atom)