18 Dec 2013

vidhya sahayak new છ હજાર વિદ્યાસહાયકની ભરતી માટે ૮૧૬૫ ઉમેદવારો લાઈનમાં.... રાજ્યભરની અપર પ્રાયમરીમાં ગણિત-વિજ્ઞાન વિષયના છ હજાર વિદ્યાસહાયકોની ભરતીના ચોથો તબક્કો શરૂ કરાયો છે. પ્રાથમિક શાળાના શિક્ષક બનવા માટે રાજ્યભરમાંથી ૮૧૬૫ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી છે. અમદાવાદ જિલ્લામાંથી ૮૭૨, મહેસાણામાં ૬૫૪, સાબરકાંઠામાંથી ૫૪૮, રાજકોટમાંથી ૫૪૭, ગાંધીનગર ૪૭૩ફોર્મ જે સૌથી વધુ છે.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની તમામ અપર પ્રાયમીર શાળામાં ગણિત-વિજ્ઞાન વિષયના છહજાર શિક્ષકોની ભરતી માટે ચોથોતબક્કો શરૂ કર્યો છે. ટેટ પરીક્ષા પાસ અને ગ્રેજ્યુએશન સાથે તાલીમી સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી હતી. ગત તા. ૧૦મી ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ હતા. રાજ્યભરના ૮૧૬૫ ઉમેદવારોએ અપર પ્રાયમરીમાં શિક્ષક બનવા ઓનલાઈન અરજી કરી છે. ઓનલાઈન અરજીમાં સૌથી વધુ અરજીઓ અમદાવાદ જિલ્લામાંથી ૮૭૨ આવી છે. જ્યારે સૌથી ઓછી અરજીઓ ડાંગજિલ્લામાંથી માત્ર ૪૩ અને નર્મદા જિલ્લામાંથી ૫૭ જ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી છે.વિદ્યાસહાયકન ી ભરતી માટે ઉમેદવારોએ કરેલી ઓનલાઈન અરજીઓમાં મહેસાણા જિલ્લામાંથી ૬૫૪, રાજકોટમાંથી૫૪૭,સાબરકાંઠામાંથી ૫૪૮ જ્યારે ગાંધીનગરમાંથી ૪૭૩ ઉમેદવારોએ અરજીઓ કરી હોવાનું શિક્ષણ વિભાગના માહિતગાર સુત્રોએ જણાવ્યું છે. વિદ્યાસહાયકની નોકરી મેળવવા ખાલી જગ્યાઓની ૧૩૬ ટકા ઉમેદવારોએ રસ દાખવ્યો છે. ઓનલાઈન અરજીઓ આવી ગયા બાદ આગામી સમયમાં મેરિટ તૈયાર કરી ઉમેદવારોની જિલ્લા પસંદગીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.