રાજય સરકાર દ્વારા જે કર્મચારીઓને તા. ૩૧/૧૨/૧૩ પહેલા સી. સી. સી. પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી / ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવેલ હોય અથવા વય નિવૃત કે સ્વૈચ્છિક નિવૃત થતા હોય અને સી. સી. સી. પરીક્ષા પાસ કરવાની બાકી હોય તથા આઈ. ટી. આઈ. ના પરીક્ષા કેન્દ્ર ખાતે સી. સી. સી. પરીક્ષા માટેની નિયત અરજી કરેલ હોય અને જી. ટી. યુ. દ્વારા લેવાનાર પરીક્ષામાં ઉપસ્થિત રહેવા સંમતિ આપેલ હોય તેવા કર્મચારીઓએ તેઓએ સંલગ્ન (અરજી આપેલ) આઈ. ટી. આઈ. નો તાત્કાલીક સંપર્ક કરી રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા. ૨૬/૧૧/૧૩ ના ઠરાવથી સી. સી. સી. પરીક્ષા માટેની ફી રૂ. ૧૫૦/- ને બદલે રૂ.૨૦૦/- નિયત કરેલ છે. તે મુજબ પરીક્ષા ફી ના તફાવતની રકમ તા. ૨૦/૧૨/૧૩ પહેલા જમા કરાવવા જણાવવામાં આવે છે.
જી. સી. વી. ટી. દ્વારા તા. ૩૧/૧૨/૧૦ પછીથી સી. સી. સી. પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે છે. સી. સી. સી. પરીક્ષા અન્વયે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવતા નથી. તેમ ગુજરાત કાઉન્સિલ ઓફ વોકે ટ્રેનીંગના નાયબ નિયામકની યાદી જણાવે છે..
...