હવે CCC પાસ કરે એને જ બઢતી
પહેલા બઢતી પછી પરીક્ષા નહિ, હવે CCC
પાસ કરે એને જ બઢતી ગુજરાત
સરકારના અધિકારીઓ-કર્મચારીઓ જોગ
પરિપત્ર : પરીક્ષા બાકી હોય તેવા પપ વર્ષ
સુધીના કર્મચારીઓ પરીક્ષા આપી દયે
ગાંધીનગર : ગુજરાત સરકારે
સરકારી અધિકારીઓ, કર્મચારીઓને
બઢતી આપ્યા પછી સી.સી.સી. પરીક્ષા પાસ
કરવા છુટ આપેલ તેમાં ફેરફાર કર્યો છે. હવે
રાજય સરકારના નોકરીયાતો કોમ્પ્યુટર
જ્ઞાનથી આ પરીક્ષા પાસ કરે પછી જ બઢતી કે
ઉચ્ચ પગારનો લાભ મળશે. સામાન્ય વહીવટ
વિભાગના નાયબ સચિવ
દેવી પંડયાની સહીથી આ અંગે તા. ૧૧-૧૧-
ર૦૧૩ના રોજ પરિપત્ર ક્રમાંક
પરચ-૧૦ર૦૦પ-૧પ૩ર-ક પ્રસિદ્ધ થયો છે.
પરિપત્રમાં જણાવાયું છે કે જે અધિકારી/
કર્મચારીઓને CCC/ CCC+ પરીક્ષા પાસ
કરવાની શરતે બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ
મળેલ છે અને જમેણે હજી CCC/ CCC+
પરીક્ષા પાસ કરવાની બાકી છે, તેવા અધિકારી/
કર્મચારીઓએ (૧) તેમની નિવૃત્તિ તારીખ
સુધીમાં અથવા (ર) તા. ૩૧-૧ર-ર૦૧૩ સુધીમાં,
એ બે પૈકી જે વહેલુ હોય ત્યાં સુધીમાં આ
પરીક્ષા અચૂક પાસ કરી લેવાની રહેશે
અન્યથા તેમને આપવામાં આવેલ બઢતી/
ઉચ્ચતર પગાર ધોરણનો લાભ પરત
લેવામાં આવશે. તા. ૧-૭-ર૦૧૩ના રોજથી જેમણે
CCC/ CCC+ પરીક્ષા પાસ કરી હોય માત્ર
તેવા જ અધિકારી/કર્મચારીઓના કેસમાં બઢતી/
ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર
કરવા વિચારણા કરવાની રહેશે અને જે અધિકારી/
કર્મચારીઓએ કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત
પરીક્ષા પાસ કરી નહીં હોય તેમને બઢતી/
ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર રહેશે નહીં.
હવે બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ
મેળવવા કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત CCC/
CCC+ ની પરીક્ષા પાસ કરેલ હોવી એ
પૂર્વશરત/લાયકાત છે. જે અધિકારી/
કર્મચારીઓને CCC/ CCC+ પરીક્ષા પાસ
કરવાની શરતે બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ
મળેલ છે અને જમેણે હજી CCC/ CCC+
પરીક્ષા પાસ કરવાની બાકી છે તથા જેઓએ
પંચાવન વર્ષ પૂર્ણ કરેલ નથી તેવા અધિકારી/
કર્મચારીઓએ તા. ૩૧-૧ર-ર૦૧૩ સુધીમાં આ
પરીક્ષા અચૂક પાસ કરી લેવાની થતી હોઇ તેઓ
આ બાબતે સરદાર પટેલ રાજય વહીવટ સંસ્થા,
અમદાવાદ અને તે સંચાલિત પ્રાદેશિક
કેન્દ્રોનો સંપર્ક કરી સ્પીપા દ્વારા આયોજીત
CCC/ CCC+ ની પરીક્ષામાં ઉપસ્થિત
રહી શકે છે. આ કર્મચારીઓ પૈકી જે કર્મચારીઓ
CCCની પરીક્ષા પાસ કરવાની બાકી છે તેઓ
પણ ઠરાવની જોગવાઇઓને ધ્યાને લેતા CCC.
ને બદલે CCC+ની પરીક્ષા આપી શકે છે. તેમ
પરિપત્રમાં જણાવાયું છે.