'રાજ્યના MLAsને ૫ આંકડાનો પગાર
તો કર્મચારીઓને કેમ ફિક્સ'
- ફિક્સ પગારધારી વાલી સંગઠનની ૬ઠ્ઠીએ
આંદોલન માટે બેઠક ધારાસભ્યોને પાંચ
આંકડાનો પગાર મળે છે તો રાજ્યના વિવિધ
સરકારી વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓને
શા માટે ફિકસ પગાર આપવામાં આવે છે. શું
ધારાસભ્યોને ઘર-બહાર અને પરિવારજનો છે
તો ફિકસ પગારધારી કર્મચારીઓને શું આગળપાછળ
કોઇ નથી..? તેવો આક્રોસ વ્યક્ત કરતા ફિકસ
પગારધારી કર્મચારીઓ હવે રાજ્ય સરકાર સામે
આંદોલન કરવાના મુડમાં આવી ગયાં છે. તે માટે ૬
જાન્યુઆરીના રોજ સેક્ટર-૨૮ના બગીચામાં બેઠક
યોજવામાં આવી છે. આ અંગની વિગતો એવી છે કે
ફિકસ પગારમાં નોકીર કરી માંડ પરિવારનું પુરુ
કરનારા કર્મચારીઓ
દ્વારા ફન્કસપગારધારી વાલી મંડળ નામનુ એક
સંગઠન બનાવાયુ છે.
તેના કાર્યકરો દ્વારા જણાવાયુ છે કે
ઘણાં લાંબા સમયથી રાજ્ય સરકારના વિવિધ
વિભાગોમાં અનેક શિક્ષિત બેકારો ફિકસ
પગારથી ફરજ બજાવી રહ્યાં છે. તે તેમામનું સરકાર
દ્વારાજ શોષણ કરવામાં આવી રહ્યું છે.
હાલમાં મોંઘવારી વધવાના કારણે ફિકસ
પગારમાં નોકરી કરનારાઓની હાલત અત્યંત
દયનિય થઇ છે. રસોડાનો ખર્ચ, બાળકોની ફીષ
ઘર ભાડુ વગેરે કાઢવામાં દર માસે દેવુ
કરવાની સ્થિતિ આવે છે. જ્યારે બીજી તરફ
પ્રજાના મતોથી ચૂંટાઇને આવેલા દારાસભ્યો પાંચ
આંકડાનો પગાર મેળવી લહેરથી જીવવી રહ્યાં ચે.
કોઇ નેતાને ફિકસ
પગારધારી કર્મચારીઓના હિતની પડી નથી.
સરકારના જક્કી વલણના કારણે ફિકસ
પગારના કર્મચારીઓ અને
તેમના પરિવારજનો તથા વાલીઓ ભારે
પરેશાની ભોગવી રહ્યાં છે. ગુજરાત સરકારને
હાઇકોર્ટે પુરો પગાર ચૂકવવાનો હૂકમ
કર્યો હોવા છતાં સરકાર દ્વારા આદેશનું પાલન
કરવામાં આવતુ નથી. બીજી તરફ પુરો પગાર
માગનારા ફિકસ પગારધારી કર્મચારીઓને જાણે
ગુનેગાર માની તેમનો કેસ સુપ્રિમ કોર્ટમાં લઇ ગઇ
છે. તેમણે ધારાસભ્યો અને મંત્રીઓને પણ રાજ્ય
સરકારના ફિકસ પગારધારીઓ જેટલો જ પગાર
આપવાની માગણી કરી છે. સરકાર સામે
આંદોલનની વ્યુહરચના ગોઠવાશે એક
યાદીમાં જણાવાયુ છે કે સરકાર
પોતાના બાષણોમાં સુશાસન અને
સુરાજ્યની વાતો કરે છે. જે યોગ્ય નથી. કારણ કે
સમાનતાના સિધ્ધાંત મુજબ સરકારે સમાન કામ
સમાન પગાર ચૂકવવાની માગણી કરી છે. આ માટે
૬ જાન્યુઆરીના રોજ સવારે ૧૧ વાગ્યે
સેક્ટર-૨૮ના બગીચામાં બેઠક બોલાવીઇ છે.
તેમાં ફિકસ પગાર
મેળવનારા રાજ્યના સેંકડો કર્મચારીઓ ઉમટી પડશે
અને રાજ્ય સરકાર સામે આંદોલન
કરવાની વ્યહરચના ગોઠવશે.