21 Apr 2020

કંધાર, ગાંધાર(ગંધાર) અને કંદહારવિશે જાણવા જેવું....*

*સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે આટલું જાણવું જોઇએ*
By...Km lakum🙏🏻🙏🏻🙏🏻
🤔🤔🤔🤔🤔🤔🤔
*કંધાર, ગાંધાર(ગંધાર) અને કંદહારવિશે જાણવા જેવું....*
 💥 *કંધાર*💥💥💥💥
સિંધુ નદીને પશ્ચિમે આવેલ એક દેશ બીજું નામ ગાંધાર. તેની રાજધાની તક્ષશિલા હતી. ગાંધારનું અપભ્રંશ કંદહાર થયેલું મનાય છે.
કંદહાર હાલમાં અફઘાનિસ્તાનનો એક પ્રદેશ છે

💥 *ગાંધાર(ગંધાર)*💥💥
ગાંધાર દેશની પ્રજા; વાયવ્ય પ્રાંતના લોકો.
એક પ્રાચીન દેશનું નામ કુનાર અને સિંધુ નદી વચ્ચે કાબુલ નદી સુધીનો પ્રાચીન દેશ. તેનું પ્રથમ પાટનગર તક્ષશિલા અને પછી પુરુષપુર એટલે હાલનું પેશાવર હતું. કેટલાક કહે છે કે ગાંધારમાં માત્ર હાલના પેશાવર અને રાવલપિંડી જિલ્લાઓ જ નહિ પણ સ્વાટ, હોટીમર્દાન અગર જેને યુસફઝાઈ પ્રદેશ કહે છે તે બધાંનો સમાવેશ થાય છે.અશોકે ગાંધારમાં મજ્જહંતિક નામના ઉપદેશકને ઈ. સ. પૂર્વે ૨૪૫માં બોધ કરવા મોકલ્યો હતો.
(આજે અફધાનિસ્તાન અને પેશાવર(પાકિસ્તાન)વચ્ચેનો પ્રદેશ છે.આ નામ મહાભારતમાં મુખ્યત્વે ગાંધારીના ભાઇ શકુનિને લાગડવામાં આવ્યું છે.

💥 *કંદહાર*💥💥💥💥
હાલમાં અફઘાનિસ્તાનનું એ નામનું એક શહેર.કંદહાર
હિમાલયની ઉત્તર તરફનો દેશ. તેની આસપાસનો મુલક ગાંધાર કહેવાય છે.
હિન્દુસ્તાન અને ઈરાન વચ્ચે આવેલા દેશનું પ્રાચીન નામ કંદહાર હતું
*✍🏻KⓂ️ LAKU♏*

20 Apr 2020

ગુજરાતી સાહિત્ય માં માત્ર એક શબ્દ ની સંગાય પર દુહા લખનાર કવિ શ્રીપરમાનંદ મણીશંકર ભટ્ટ '' ત્રાપજકર '' વિશે જાણો

ગુજરાતી સાહિત્ય માં માત્ર એક  શબ્દ  ની સંગાય પર  દુહા  લખનાર 
 કવિ શ્રીપરમાનંદ મણીશંકર ભટ્ટ 
            ''  ત્રાપજકર ''
જેમણે તેમના પુસ્તક
"વાણીનાં ફલ"
માં ' વિઠ્ઠલા'  શબ્દ  પર  { 511}  દુહા લખ્યાં છે.
આજે આપની સમક્ષ નવા સ્વરુપમાં રજુ કરતા હુ આનંદ ની લાગણી અનુભવુ છુ.

રાજુભાઈ બી.ભટ્ટ
મો. નં. :-9824474306

                       (૧)
વંદુ પ્રથમ ગણપતિ, વંદુ વિણા નાદ;
સમર્થ શાન્તિપ્રસાદ, વંદું ગુરુ ને વિઠલા !
                      (૨)
લાભ હોય ત્યા લોટતો, સ્વારથમય સંસાર ,
ઓળખાણ વિણ આવકાર, વીરલા આપે વિઠલા.
                     (૩)
નહી મળ્યા નહી મૂલવ્યા, નહી નાતો નહી નેહ ,
 મન  વાદળ  નો  મેહ  વળુંભ્યો તે  પર વિઠલા !
                     (૪)
દપટુ  મારા  દિલ ને , પણ  બળાક બેઠુ થાય ,
ગુણ પર ગાંડુ થાય, વાર્યુ ન રહે વિઠલા !
                   (૫)
ડોલે નહી દુહો સાભંળી , દિલ થી આપે નહિ દાદ
નહિ સમજણ કે સ્વાદ , વાટોડિયા ને વિઠલા!
                   (૬)
હસતા  હોકારો  દીએ, દુહા ને આપે દાદ
સાકર  જેવો  સ્વાદ , વેધુ માણે વિઠલા!
                 (૭)
વણ વાટયે, વણ દીવડે, હીરો ઝગમગ થાય;
(જેનું)હૈયુ શરાણે જાય (ઈતો) વધુચમકે વિઠલા !
                  (૮)
ધન દેનારાં છે ઘણાં,મન દેનારાં કોઇ;
ધન,મવ આપે દોય,વીરનાર કોકજ
 વિઠ્ઠલા!
                   (૯)
ધીંગા પાયા ધરબજે , નગદ ખરચી નાણુ ,
ત્રાટકય ભાળી ને ટાણુ , વેઢા ન ગણજે વિઠલા!
                   (૧૦)
ભુંડી રાખી ભાવના, (તો) કંસને લાગ્યો કાળ;
ગોપીને ગોપાલ, વાલો લાગ્યો વિઠલા!
                    (૧૧)
પરદુ:ખ સુણી પીગળે , દિલ જેના દાતાર ,
ચાતક પીયુ પોકાર , વાદળ વરસે વિઠલા!
                    (૧૨)
શઠ ની સંગત થાય તો  ધન ને સુજશ જાય  ,
 સજ્જન સંગત થાય તો વધે સુકીર્તી વિઠલા!
                   (૧૩)
લાખ જાય તો ભલે, સજ્જન ખુવે ન સાખ ,
નાનુ છે પણ  નાક ,  વાઢયુ ના કોળે
વિઠલા!
                   (૧૪)
કાબે  લૂટયો  તે  કરે , કૌરવ કુળ સંહાર
તે દી રથ બેઠો રખવાળ , વાંસળી વાળો વિઠલા!
                     (૧૫)
ગર્વનર ગુણ ને પારખે , પત માને પરધાન
ભજ ભાવે ભગવાન ઈ વગ મોટી વિઠલા!
                    (૧૬)
તાડ વધી ને ત્રણ ગણો,  આભે જઇ અથડાય 
ફળતા નમતો જાય , વન મા આંબો વિઠલા!
                   (૧૭)
સાંબેલા ને  બાંધીયે , તુબંડ ને જો તાર
રંગ ભર્યો રણકાર , વાગે ન કોઈદી વિઠલા!
                   (૧૮)
 કજીયાળી જો કામીની ઘર માં ઘુસી જાય,
તો નો થવા ની થાય વરઘર માથે વિઠલા!
                (૧૯)
ઉગ્યે મુખડુ લાલ છે, આથમ્યે એવુ હોય;
વીરમાં ફેર ન કોઈ, વિપત ટાણે વિઠલા!
                  (૨૦)
ઉદધિમાં પણ ઓટ છે,વધઘટ ચાંદે થાય;
જગમાં ફરતી જાય, વેળાની છાંયા વિઠલા!
                   (૨૧)
ફુલમાં ફોરમ ફટકતી, વહરાં કટક ઝાડ;
વાડી ની કરવા વાડ, (કોઈ)વાવેન ફુલડા વિઠલા!
                    (૨૨)
કંકુવરણી કામીની કામણ ગારો કંથ,
એને પીયર જવાનો પંથ વસમો લાગે વિઠલા!
                    (૨૩)
ધન્ય મળે નહી ધન મળ્યે, ધન વાવે તો ધન્ય;
પરકાજે પરજન્ય, વરસી જાણે વિઠલા!
                      (૨૪)
બંગલા બાંધ્યા રેતમાં,ખોટો એ તો ખેલ;
માનવતાનો મ્હેલ,વેધુ બાંધે વિઠ્ઠલા!
                       (૨૫)
જાચક રિપુ ને જોઈને પાછા પડતા પાય;
કાયર એ કહેવાય, વીર હટે ન વિઠલા!
                         (૨૬)
સોણેય સથવારો નહી, મીટયે નહિં મેળાપ;
જપતો તારા જાપ વારે ઘડીએ વિઠલા!
                         (૨૭)
પુરુષાર્થ છે પાંગળો, કહેતાં સુણ્યા કોઈ;
હાથ હલેસુ ન હોય, વ્હાણ નહાલે વિઠલા!
                      (૨૮)
માળા કરી પેરાવીએ, મર્કટને અણમૂલ;
મૂરખ ન જાણે મુલ, વેરી  નાખે વિઠલા!     
                     (૨૯)
તું વનરા અમે પંખીડા, તું મન ચાતક મેંહ;
સાચવજે તુ સ્નેહ, વસમા દિએ      વિઠલા! 
                    (૩૦)
કાયા પુતળી કાચ ની,રચના દીધી રસાળ;
મન દીધું મરમાળ,વાલે ક્યાંક જ વિઠલા! 
                   (૩૧)
સ્વારથ માનવ સાધવા, સો સો ભરે સલામ;
સાધી લીધુ કામ(પછી) વાટે ન મળે વિઠલા! 
                   (૩૨)
સજ્જન ને સંભારતાં, ઊમટે આંસુ આખ;
રુદીઓ થાશે રાખ, વિજોગ વેઠી વિઠલા! 
                     (૩૩)
ચિંતનકીટસમ હું કરુ,તું રુપ હું થઈ જાઊ;
(પછી)કરવી મોઢે કાઊ? વિરહની વાતો વિઠલા! 
                  (૩૪)
રામ સમા સુત થઇ શકે,વડાંની માને વાત;
(પણ)દશરથ દિલના તાત, વસમુ થાવુ વિઠલા!
                  (૩૫)     
બે મહીનાનું બચ્ચલું,વય નહીં વટ જોવાય;
માતંગથી મંડાય, વીરનાં છોરુ     વિઠલા!
                     (૩૬)   
કલહ વધે જો પ્રેમમાં, દિલના ટુકડા થાય;
સાંધ્યા નહીં સંધાય, વેંત થીગડે વિઠલા!
                     (૩૭) 
ધંધા ધાપા બહૂ કરે, (પણ)નબળી રાખે નેમ;
કરમ કોળશે કેમ? વિખડાં વાવ્યે વિઠલા!
                     (૩૮)   
સતની સરવાણી ફુટતા, તન મન ટાઢા થાય;
બરડે બરફ ઘસાય,  વધે બળતરા વિઠલા!       
                    (૩૯)   
સપુત, સુ લક્ષ્મી,સુમતિ, કંચન દેહ, સુનાર;
(જેના) પુણ્ય તણો નહી પાર, વર્યા પાંચે વિઠલા!
                    (૪૦)
દુ:ખીયા દીનને દેખતા, પરખી લેતો પીડ;
ભાંગી નાખે ભીડ, વણ માગ્યે તુ વિઠલા!
                  (૪૧)
હલકયો નહી તુ હાસલે,થડકયો ન ભાળી ખોટ;
હસતા ભાળ્યા હોઠ, વીપત વેળાએ વિઠલા!
                 (૪૨) 
તારી જો હડફેટ માં અસુર આવી જાય;
(તો)ભાંગી ને ભુક્કો થાય, વાવડ જડે ના વિઠલા!
                   (૪૩) 
એવો તુ અજ માવજે, કામણગારો કડપ;
(કે)હેત ભરેલો હરફ, વૈરીય પાળે વિઠલા!
                   (૪૪)   
ડાલામથો ડણકતો,વનરા ઊજ્જડ થાય;
શ્રીપત પગલા થાય,(ત્યા)વિપત ભાગે વિઠલા!
                   (૪૫)   
ચાલુ ગાડે સૌ ચડે, ભાગતલ ભેરુ થાય;
(એવા)કોકજ અવનીમાંય,વાલે ધડીયા વિઠલા!
                   (૪૬)   
હુતો જળ ઝાકળતણુ,સાયર તું સોહાત;
પુંજુ રોજ પ્રભાત, વારીધ પગલા વિઠલા!
                   (૪૭) 
અરિયણ આવી આગણે,પકડેઝુકી પાય;
(તો)સજ્જન સોણા માંય, વૈર નરાખે વિઠલા!
                   (૪૮) 
જલારામ ને જોગીડો, પ્રગટીયોપારસ પોર;
માનવતા શીર મોડ, વખાણુ કોને વિઠલા!
                   (૪૯) 
સ્વાતી વિણ મોતી નહી,ઘરઘર નોય સુનાર;
સંત સુજન દાતાર, વિરલા પાકે વિઠલા!
                   (૫૦) 
હર!તે ન હોત જાળવ્યુ,ગરલ ગળાની માહ્ય;
જીવન વીના જગરાય, વગડો ભાસત
વિઠલા!!

               (૫૧)
સવળી તારી શ્યામળા,મીટરુ જો મંડાય;
(તો)કથીર કનક થાઈ જાય, વાર ન લાગે વિઠલા!           
                 (૫૨)
 નારીની નિંદા કરે, પુરુષ નહી પાષાણ;
નારી હીરા ખાણ, વીર જનેતા વિઠલા!           
                 (૫૩)
સ્ત્રીનાં મુલ છે સોગણાં, નરનાં મુલ હજાર;
(જો) હાથ નહીં તલવાર, વિજય ન પામે વિઠલા!           
                 (૫૪) 
ઊર વિધ્યે ઉંકારો નહિ, ધગધગતા ધરબાય;
(જેનાં) કાળજાં કાણાં થાય,(ઇતો)વાલાજ લાગે વિઠલા!                         
                (૫૫)
આંખથી અદીઠાં અમે વાસળી વાલી થઈ;
હરી ના હોઠે જઇ,વેરણ બેઠી વિઠલા!           
                 (૫૬) 
ફોરમવાળા ફુલડે, પાણી નિર્મળપાય;
(તો)વળતર વાળી જાય,વસંત આવ્યે વિઠલા!           
                 (૫૭) 
માનવ માં દેખાય છે, દાનવ ના દીદાર;
લાખ કરો ઉપકાર, વીસરી જતા વિઠલા!           
                 (૫૮)
ઘંઉ વાવી ઘાંઘાં થયા, જટ પાક્યા ની આશ;
વીતે ચારક માસ, વખતે પાકે વિઠલા!           
                 (૫૯) 
મનસુબા મોટા કરી, માનવ મન હરખાય;
(પણ)ઘડી પછી શુ થાય, વિધીજ જાણે વિઠલા!           
                 (૬૦) 
ડોલે મણીધર મોહ થી, મોરલીએ મંડાઈ;
પંડ્ય રહે પુરાઈ(એને) વાદી નચવે વિઠલા!           
                 (૬૧) 
ઘડ્યાં ધુળ નાં ઢીગલાં,અવળા એના મુળ;
અંતે ધુળનું ધુળ,વિરાટ આંખુ વિઠલા!           
                 (૬૨) 
એક દીન એવો ઉગશે, આથમશે ઓલખાણ;
પાંથીને પરિયાણ,વણ સથવારે વિઠલા!           
                 (૬૩)   
ત્રુઠયો તો તરતા રહે, રુઠયો તો રોળાય;
બાવળ નેતર થાય, વટ તારો છે વિઠલા!           
                 (૬૪) 
જનની તારા ગુણ ને, જાયો ભુલી જાય;
(તો) પથ્થર એ કહેવાય, વાટ પડેલો વિઠલા!           
                 (૬૫) 
શ્રમની જેની સંપતિ, સવળે રસ્તે જાય;
વાવ્યુ બમણુ થાય,વારાણસી માં વિઠલા!           
                 (૬૬) 
જન્મ્યા કોક જ જગતમાં, કરમી જનની કુંખ;
ભાંગે પરની ભુખ,વળતર ન માંગે વિઠલા!           
                 (૬૭) 
સગાઈ કેવી સાચવી, આવેલ ભુંડે હાલ;
નટવર કીધો ન્યાલ, વિપ્ર સુદામા વિઠલા!           
                  (૬૮)
 જીવન ઉતમ જીવવા, અઢારનો થા આંક;
વિધિનો કાંઇ ન વાંક, વાવ્ચું લણવું વિઠલા!           
                 (૬૯) 
દેતલ ઉપર હાથ છે, લેતલ નીચે હાથ;
વિરાટ જગનો નાથ, વામન બન્યો વિઠલા!           
                 (૭૦) 
દેનારાને લાભ છે, લ્યે તેને નુકશાન;
(થઇ)દાનવના દરવાન વામન મુંજાયા
વિઠલા!           
                 (૭૧) 
ભુલ સુધારી ભગવતે,માગ્યા દે વરદાન;
(પછી)મૂર્તિનાં પણ માન, વધ્યા જગતમાં વિઠલા!           
                 (૭૨) 
દેવે છે દીધુ તને મુંઠી વાળી ન બેસ;
ધોળે મોઢે મેશ, વળગી જાશે વિઠલા!           
                 (૭૩) 
મે છાંટાએ તું છકયો, છજા માયલા છોડ;
વડથી બાંઘી હોડ, વસમી પડશે વિઠલા!           
                 (૭૪)   
ભોગવ તેં ભેળુ કર્યુ, મન પણ મોટું રાખ;
નહી તો ક્યાંકનું ક્યાંક, વેરાઈ જાશે વિઠલા!           
                 (૭૫)   
વહરા લાગે વૈરીને, ભણકારા ને ભડક;
ડાલામથાની ડણક વન ધ્રુજાવે વિઠલા!           
                 (૭૬)   
ભાગીશ તું કયાં ભુધરા? ચૌદભુવન જો થાઉં!
તો સંતાશે કાંઉં ? વળગ્યો આવીશ વિઠલા!           
                 (૭૭)   
તન તીરથ મંદીર મન, આંસુ ગંગાસ્નાન;
(પછી)ભાગીશ કયાં ભગવાન? વળગ્યો આવીશ વિઠલા!           
                 (૭૮)   
થડકો ન ખાવો દુ:ખમાં, ફફડે મનડુ તોય;
તડકો તપતો હોય (ત્યાં)વળે જ છાંયા
વિઠલા!           
                 (૭૯)   
કોટોં ન ફુટે કાળજે, મનમાં મેલપ હોય;
(એવા)કપરાં માનવ કોઈ, વાટે ન મળશો વિઠલા!           
                 (૮૦)   
દરીયો મેં તો ડોળીયો, ગ્રંથ પુરાણ અઢાર;
''નેતિ નેતિ'' સાર, વાંચ્યું છેવટે વિઠલા!           
                 (૮૧)   
ગોથાં ન ખાવા જ્ઞાન માં ઉડાણ હોય અમાપ;
રામ નામ નો જાપ, વધે બધાથી વિઠલા!           
                   (૮૨)
પાપી મનને પુછતો,કેમ ધોવાશે પાપ?
રામ નામનો જાપ,વે!તી ગંગા વિઠ્ઠલા!
                   (૮૩)
ટીલાં ટપકા જે કરે, સધળો આ સંસાર;
કુડ તારાં ને કાટય, તો પ્રસન્ન વાલો વિઠલા!           
                  (૮૪)   
અગ્ની બાળે અન્ન ને, ઈર્ષા બાળે આપ;
ઈ જેવુ કોઈ પાપ, વેદે ભાખ્યુ ન વિઠલા!           
                  (૮૫)   
સતી સંત સજ્જન ગુરુ, માત પિતા બડભ્રાત;
તીરથ જેવા સાત, વંદન કરવા વિઠલા!           
                  (૮૬)   
નાનો તો પણ નાગ છે, નાનો કેમ કેવાય;
સાણશે છટકી જાય, વછુટી કરડે  વિઠલા!           
                  (૮૭)   
વૈર ઝેર ઝગડા મહી,સુખ ખોતો સંસાર;
નાનો પણ અંગાર, વન ને બાળે વિઠલા!           
                  (૮૮)   
છોટા મન ના માનવી, મોટે આસન બેઠા;
હળવેક પડશે હેઠા(જેમ)વડના ટેટા વિઠલા!           
                  (૮૯) 
 ધોમ ધખ્યો ધરતી ધગે, જેઠ તપ્યો જોરાણ;
પંખીય છોડે પ્રાણ, વર રિસાણો વિઠલા!           
                  (૯૦)   
તુ આવ્યે મુખ ઉજળા, નાવ્યે કાળા ધબ;
કંથડા આવીશ કબ?વલખે હૈયુ વિઠલા!           
                  (૯૧)     
કણકી કગરે કામીની(પછી)મલકી આવ્યો મેહ;
સ્નેહે ભીંજ્યો દેહ, વરસ્યો એવુ વિઠલા!           
                  (૯૨)     
ધન થી જન પુંજાય ના, ગુણ થકી પુંજાય;
કોઈન સુંઘવા જાય, વાડ ના કાંટા વિઠલા!           
                  (૯૩)     
દોલત સાથે દીલ નહી, પ્રકાશ નહી પથરાય;
કોડીયે દીવો નહી થાય, વાટ વગરનો વિઠલા!           
                  (૯૪)     
સંપત દે તો શ્યામળા,મનની મોટપ દે;
નહી તો પાછી લે, વગર કામની વિઠલા!   
                  (૯૫)   
સુખમાં જેવા સોયલા , દુ:ખમાં એજ દીદાર; 
કર એ  વારંવાર, વંદન એને વિઠલા!           
                  (૯૬)     
વૈરનુ ઓસડ પ્રેમ છે, દ્ધેષનુ ઓસડ દાન;
અહમ નુ ઓસડ માન,વડો કીમીયો વિઠલા!           
                  (૯૭)     
રામ આપશે રાબડી, રામ ભરોસો રાખ;
ચાસે દાણા નાખ, વાવ્યુ ફળશે વિઠલા!           
                  (૯૮)   
ધન વધે કે ધન ઘટે, હરખ શોક કા થાય;
મોટા સમદરમાહ્ય, વધ ઘટ આવે વિઠલા!           
                  (૯૯)     
પંડ જેટલી પછેડી, સોડ તાણી ને સુવે;
છોરુડા નહી રુવે,વાળુ વગરનાવિઠલા !           
                  (૧૦૦)   
સુત્રધાર પરમેશ છે, જગત નાટક ભજવાય;
હરી નુ મન હરખાય, વેશ ભજવશે વિઠલા

   
                   (૧૦૧)
ભીષ્મ દ્રોણ ને કર્ણ એ,મહારથી મતીમાન;
ભેરે નહી ભગવાન,વીજય ન પામ્યા વિઠ્ઠલા!
                   (૧૦૨)
મન ફરે મતી ફરે, અવળા સુજે ઉપાય;
વાલા વૈરી થાય,વખત ફરે ત્યા વિઠ્ઠલા!
                   (૧૦૩)
ફરે બેન ને બંધવો,ફરે પુત્ર પરીવાર
ફરેય ઘરની નાર,વખત ફરે ત્યા વિઠ્ઠલા!
                   (૧૦૪)
ખાવુ પીવુ ઉઘવુ, કાયમ ના ત્રણ કામ;
રુદે ન રાખ રામ(તો)વૈતરણી માં વિઠ્ઠલા!
                   (૧૦૫)
ધર્મ વધે તો ધન વધે, ધર્મ ઘટે ધન જાય;
પાણી વીના સુકાય,વધે ન આંબો વિઠ્ઠલા!
                   (૧૦૬)
સબળાની સરસાઈ મા, નર નબળો મંડાય;
એના ઉખળી જાય, વટ નાં આટા વિઠ્ઠલા!
                   (૧૦૭)
રંગભુમી નો રાજીયો, વિર વિક્રમ કહેવાય;
(પણ)તાતી જો તોળાઇ(તો)વાડયુ ઠેકે વિઠ્ઠલા!
                   (૧૦૮)
ખંતથી ખોદે ખામણ સો મણ સરબત પાય;
કડવા મિઠાં ન થાય,વખનાં મુળીયા વિઠ્ઠલા!
                   (૧૦૯)
હાકે હાકેમ ધ્રુજતા, છત્રીશ સુણતા રાગ;
તખત કરાવ્યા ત્યાગ,વખત ફર્યો ત્યાં વિઠ્ઠલા!
                   (૧૧૦) 
લંકા બાળી લંગુરે (એવા) તું ય કરે તોફાન;
(તને)આપે જો હનુમાન, વજર કછોટો વિઠ્ઠલા!
                   (૧૧૧) 
જીવન એક જુગાર છે, જીત્યુ હારી જવાય;
(પણ)હૈયા ન હેબત ખાય, વીર પુરુષ નાં વિઠ્ઠલા!
                   (૧૧૨)
એજ પુરુષ ને બાણએ, કાળી ટીલી રહી;
કાબો જીતાણો નહી, વખત ફર્યો ત્યા વિઠ્ઠલા!
                   (૧૧૩) 
ફુલમાં ફુંફાડા ઉઠે, જળમાં લાગે આગ;
ભાયુ આપે ભાગ, વખત ફરે ત્યાં વિઠ્ઠલા!
                   (૧૧૪) 
સહુ રમકડાં સમયનાં, સમય નચાવે નાચ;
હિરો દેખાય કાચ,વખત ફરે ત્યાં વિઠ્ઠલા!
                   (૧૧૫)   
છાંયો તડકો સમયનો, પળ પળ ફરતો જાય;
રાંક એને રાય, વખત બનાવે વિઠ્ઠલા!
                   (૧૧૬)   
માતપિતાના નામના, ઉજળા નહી એંધાણ;
(તે)પુત્ર નહી પાષાણ, વરસ પાણીમાં વિઠ્ઠલા!
                   (૧૧૭)     
બાળે કડવુ બોલી ને, પુણ્યષાળીનો પ્રાણ;
(ઈ)માણસ નહી મસાણ, વરસ પાણીમાં વિઠ્ઠલા!
                   (૧૧૮)     
આંગણ પુછી આવતા, પાણી ટીપુ ન પાય;
વાણી કડવી વાય, વરસ પાણીમાં વિઠ્ઠલા!
                   (૧૧૯)     
ડુબ્યા પર દારા મહી, (ભલે)સમુદ્ર તરીયા સાત;
કહેવી જઈને વાત(તારા) વરસ પાણીમાં વિઠ્ઠલા!
                   (૧૨૦)     
 પુત્ર પનોતો જન્મીયો, જગ ઢાકણ કહેવાય;
ધુળે મા ઢંકાય વણ એંધાણે વિઠલા!
                   (૧૨૧)
ખાધું ના ખવડાવ્યું નહિ , દીધા નહિ હાથે દાન;
ભાજ્યા નહિ ભગવાન તો, વરસ પાણી માં વિઠલા!
                   (૧૨૨)
પચાસે ના'વી પીઢતા, સાઠે ના'વી સાન;
(એને)જાહેર ધો સન્માન(કે) વરસ પાણીમાં વિઠ્ઠલા!
                   (૧૨૩)
મોઢામાં મીઠપ નહી, ઉજળો નહી આવકાર;
(તે)નર ભુમી નો ભાર, વરસ પાણીમાં વિઠ્ઠલા!
                   (૧૨૪)
ચેત જીવ ચેત્યો નહી, ભર્યો ભુલનો ભાર;
એળે ગ્યો અવતાર, વરસ પાણીમાં વિઠ્ઠલા!
                   (૧૨૫)
ધોબી તો પરના ધુવે, તું તારા મનનાં ધો;
નહીતર જીવ્યા સો, વરસ પાણીમાં વિઠ્ઠલા!
                   (૧૨૬)
હળદર કેરે ગાઠીએ, દળદર ફીટે ન કાઈ;
હળધર માનવ થાય, વરસે મોતી વિઠલા!
                   (૧૨૭)
નાર, વ્યસન, ને જુગટુ, અસત્ય ને અભીમાન;
નબળા સૌ નિશાન, વાકાં દિના વિઠલા!
                (૧૨૮)
ભેખ લીધો ભગવા ધર્યા, પારા ટપટપ થાય;
(પછી)મન માયા માં જાય(તો) વરસ પાણીમાં વિઠ્ઠલા!
                   (૧૨૯) 
જમડા જ્યારે ઝડપશે, દમડા ના'વે કામ;
રટ્યા ન જીભે રામ, વરસ પાણીમાં વિઠ્ઠલા!
                   (૧૩૦) 
મોઢે વાતુ મિઠીયુ , દીલમાં રાખે દ્વેષ;
(જો)મન પર લાગી મેષ,(તો) વરસ પાણીમાં વિઠ્ઠલા!
                   (૧૩૧) 
પે'લી ગઈ છે રમતમાં,વ'ચલી ગઈ વેવાર;
સાંઠયે ધર સંસાર, વરસ પાણીમાં વિઠ્ઠલા!
                   (૧૩૨) 
સરવાળો કર સ્નેહ નો, ગુણ નો ગુણાકાર;
ભુલ નો ભાંગાકાર, વીંધા સાચી વિઠ્ઠલા!
                   (૧૩૩) 
પરણે જ્યારે પુત્ર ત્યા માતા મન હરખાય;
(પણ)વહુ નાં પગલા થાય, (ત્યા) વાંધા વચકા વિઠ્ઠલા!
                   (૧૩૪)   
સાસુ શિકોટા કરે, નણદલ ભરાવે નખ;
દેરીડા નાં દઃખ, વહુ વેઠે છે  વિઠ્ઠલા!
                   (૧૩૫)   
દીલ થી દીકરી જેટલુ,વહુ પર વાલ રખાય;
અમરાપુર ધર થાય, વધે લક્ષ્મી વિઠ્ઠલા!
                   (૧૩૬)   
વાસણ વેચી નાખતા, ઘર નો વાળે ઘાણ;
આગુ ના એંધાણ, વાંકા દીના વિઠ્ઠલા!
                   (૧૩૭)   
વધે રોજ કંકાસ ને,વધે રોજ કકળાટ;
હડસેલે છે હાટ, વાકાં દિએ વિઠ્ઠલા!
                   (૧૩૮)   
દુઃખ બધા સે દોહ્યલા,એક જ દુઃખ અમાપ;
સ્નેહી થયે સાપ, વસમુ સૌથી વિઠ્ઠલા!
                   (૧૩૯)   
ધર્મ,દાન, શમ, સફળતા, સજ્જન લક્ષણ ચાર;
દુર્જન પંડ હજાર, વાચો ઉલટા વિઠ્ઠલા!
                   (૧૪૦) 
નર કોઈ ને નમે નહી, ફાટેલ જગમાં ફે;
એને વાંકા વાળી ધે, વહરુ ઘઢપણ વિઠ્ઠલા!
                   (૧૪૧)   
શામ,દામ,હીકમત અને, ભેદ,વેદ,ને દંડ;
તે નર નો નવખંડ, વિજય થાશે વિઠ્ઠલા!
                   (૧૪૨)   
કપી ને રમત્યુ શીખવે પઢાવે સઘળા પાઠ;
ગળા ની છુટે ગાંઠ, વાદી ન શીખવે વિઠ્ઠલા!
                   (૧૪૩)   
ખાન પાન ખવડાવતા(પણ)મન માં તુટેલ મેળ;
(તો)માન્ધાતાના મેલ, વખાર લાગે વિઠ્ઠલા!
                   (૧૪૪)   
આવકારો આપે નહી,ધરબી રાખે ધન;
લોભીયા કેરુ અન્ન, વમન કરાવે વિઠ્ઠલા!

                   (૧૫૩)   
કણ ને ભરીયા કોઠીએ મણ ના કીધા માપ;
ભુખ્યા ને થોડુ આપ, વા'લો રાજી વિઠલા!
                    (૧૫૪)
ખાયે તો પણ ખોદતા, સગા બની ને સાપ;
તેનેઅ માફી આપ, વા'લો રાજી વિઠલા!
                    (૧૫૫) 
આવ્યો દીવસ ઉજળો, રળતા લાખો લે;
દુઃખી ને થોડુ દે તો, વા'લો રાજી વિઠલા!
                    (૧૫૬) 
ઘુળ ના ઘડીયાં ઢીગલા, રમત્યુ રમતા જાય;
કાબો, ઝંડો થાય, ઈ વાઘા બદલે વિઠલા!
                   (૧૫૭) 
દબાવ્યા દુજે નહી,ડોકે વળગ્યા બે;
બકરી  બેં  બેં  કે, વેદાંતવાણી વિઠલા!
                   (૧૫૮)   
વાવ્યુ ખેતર ઉગ્યુ,હળ જો હાક્યુ નહી;
બાજર બાટુ થઈ, વધે ન દાણે વિઠલા!
                   (૧૫૯)   
દિ ઉગ્યો ને આથમ્યો, રાત અંધારી રહી;
કરમની ખાતાવહી, વાંકે ખતવી વિઠલા!
                   (૧૬૦)   
ઋણ વધે ને જશ ધટે, ચિંતા ચિતને ખાય;
અનુભવ એવો થાય, વગર ઉધમે વિઠલા!
                   (૧૬૧)   
કૈકેય કુમતિ મંથરા સ્ત્રી કોઈ સર્જીશ ના;
એ પળ ભુલીશ ના, વન વેઠ્યા તા વિઠલા!
                   (૧૬૨)   
મરણ ન કોઈનુ થાય છે, કોની માંડો કાણ;
પંડ કર્મ ને પ્રાણ,  વાઘા બદલે વિઠલા!
                   (૧૬૩)   
ખેતર ખેડુત ખેડતો,સૌના નશીબ સાથે;
હરખે જમણે હાથે, વેચી દેવુ વિઠલા!
                   (૧૬૪)   
જતન કરી ને જાળવે, જમા કરેલુ જાય;
કાસ્ટ કોતરી ખાય, વળગી ઉધય વિઠલા!
                   (૧૬૫)   
ગુલાબ માણી લે મજા,(તને) મારે કંટક માર;
(તું)હરી નો થાશે હાર, વેરાઈ કાંટા વિઠલા!
                   (૧૬૬)   
આળસ છે મોટો અરિ, સઘળા ભરખે સુખ;
ભુપત વેઠે ભૂખ, વગર ઉધમે વિઠલા!
                   (૧૬૭)   
ગાડુ તો ગબડાવ્યુ, ભુલની ખેપુ ભરી;
ધરમ ની ભાંગી ધરી(તો)વેરણ છેરણ વિઠલા!
                   (૧૬૮)   
સંત પુરુષ આ સંસારમાં, કલ્પ વૂક્ષની છાય;
બિરદે પકડે બાહ્ય (તો)વ્હાણ કીનારે વિઠલા!
                   (૧૬૯)   
હંસા તારી હોડમાં બગલો જો મંડાય;
(પણ)પયજળ ભેગા થાય, વર્તાય જાશે વિઠલા!
                   (૧૭૦)   
ભુખ્યા ને ભોજન દીયે,આશ્રય પરને આપે;
કષ્ટ બીજા ના કાપે, ઈ વડુ પુણ્ય છે વિઠલા!
                   (૧૭૧) 
જે દીન અવળો ઉગીયો, દુર્યોધન ને દ્વાર;
ભરી સભામોઝાર, વસ્ત્ર ખેચાવ્યા વિઠલા!
                   (૧૭૨) 
શ્યામળાએ સમજાવીયો શઠને ના'વી સાન;
કુળ કર્યુ વેરાન વાશ ન પામીયો વિઠલા!
                   (૧૭૩)   
ગોવીંદ જેવો ગોઠીયો,(અને)ધરમ જેવો ભાઈ;
(પછી)ધનજંયનો થાય, વાળ નો વાકો વિઠલા!
                   (૧૭૪)
હાથી પર બેસાડીયે , ખર ને કરી ને ખંત
કા ભૂંકે કાલાત ,વ્યસન ના છોડે વિઠલા
              (૧૭૫) 
અર્ક ફરતી અવની ફરે,ધરા ફરતો ચાંદો;
કોકદી સાજો ને માંદો, વેઠયુ ન કાઢે  વિઠલા!
                   (૧૭૬) 
કરણી જેવી નર કરે, એવો લેખ લખાય;
અદકુ નહી અપાય, વિધાતા થી વિઠલા!
              (૧૭૭)
વધે ઉધમે આબરૂ વધે સુખ ધન ધામ
કરવા પરહિત કામ વધે ભાવના વિઠલા
                (૧૭૮) 
મુખ રૂપાળું રાખતા  , દિલ ના ઘટે ના દોષ
જોવા સુ કામ જોષ  વર્તન જોવું વિઠલા
                (૧૭૯) 
પંખી માળો છોડતુ, તુ ક્યા ધરમાં બેશ?
પેટકાજ પરદેશ, વસવુ ભલુ વિઠલા!
                (૧૮૦)
કાળા રંગે હોઈ છે , કોયલ તેમજ કાગ પંચમ સુનવો રાગ , વન ના જુવો વિઠલા!           
                 (૧૮૧)
માન દીધે મોઢુ ચડે, કગર્યે લાગે કડવુ;
(એવે)આગણે કદી ન ચડવુ,વાત કરવાયે વિઠલા!
                  (૧૮૨)
નારી,સારંગી ને ઢોલકુ, સુર માં સારા લાગે ;
કથળીયા એવા લાગે કે, વહરા લાગે વિઠલા!
                  (૧૮૩)
દેવુ દુશ્મન માનવુ,દેવુ દીલ ને ખાય;
છોકરા ડુલી જાય, વ્યાજ ભરી ને વિઠલા!
                  (૧૮૪) 
દીન ધટે, રજની ધટે, ઉમર ધટ તી જાય;
એકજ વધતુ જાય, વ્યાજ રકમ નુ વિઠલા!
                  (૧૮૫)
એવુ બાળક એક છે, વડ ની જેમ વધતુ જાય;
બાપ થી બમણુ થાય, વ્યાજ જગત માં વિઠલા!
                  (૧૮૬)
જોતા જેની વાટડી,મળતા હરખે મન;
નયન થયા નિર્ધન, વિદાય વેળાએ વિઠલા!
                  (૧૮૭)
દરીયો મોટો ડોળીયો,છે ખારા જળ છેક;
આરે દીઠયો એક, વિરડો મિઠો વિઠલા!
                  (૧૮૮) 
ધડી ધડી ધડીઆળમા, જન સૌ જોતા જાઈ;
 આયુષ ઓછુ થાય, વિચારે કોઈ વિઠલા!
                  (૧૮૯) 
અમણો નમણો આશરો કલ્પવૃક્ષ નુ ઝાડ;
તું વિણ અમણાં લાડ વેંઢારે કોણ વિઠલા!
                  (૧૯૦) 
કીરણ મા'રાજ કાઢતા, તારા ગણ સંતાય;
મોરે તુ મંડાઈ,(ત્યા)વિંખળ શિંખળ વિઠલા!
                  (૧૯૧) 
મન ને બીજુ માંકડુ કરતુ ઠેકા ઠેક;
(ઈ)કાંટા મા ક્યારેક વીંધાય જશે વિઠલા!
                  (૧૯૨) 
માયા નો છે જીવડો, માયા થી નહી છુટે;
ખેપુ એની ખુટે,(તોય) વેઢા ગણશે વિઠલા!
                  (૧૯૩) 
છ છ મહીના શ્વાનની પાણે પુછ દબાઈ;
સીધી કદી ના થાય વાંકી ને વાંકી વિઠલા!
                  (૧૯૪) 
ફલ પથારી પાથરો,ભરપુર રાખી ભાવ;
પણ શુનિનો સ્વભાવ, વડચકાં ભરે વિઠ્ઠલા!
                  (૧૯૫)
તનબળ ધનબળ બુદ્ધીબળ કુંટુંબબળ બળટેક;
આતમ નુ બળ એક, વધે બધા થી વિઠ્ઠલા!
                  (૧૯૬) 
ભાંગી મન ભુક્કો થયુ, વહરા સુણી વેણ;
નહી સાંધો કે રેણ, વાઢ ભેલાણો વિઠ્ઠલા!
                  (૧૯૭) 
કોઠીંબા ના મુળ માં, મોંઘાં  મધ  રેડાય;
દ્રાખ દાણો ન થાય (ઈતો)વેલો કડવો વિઠ્ઠલા!
                  (૧૯૮) 
જનાવરો ના જુથમા, શીરો જાંબુક થાય;
વગડો વીંધી જાય, વાધ દેખતા વિઠ્ઠલા!
                  (૧૯૯) 
વરસાદે વન કોળતા, જવાસે નહી ઝીરવાય;
બળી ને બેઠો થાય, વગર કારણે વિઠ્ઠલા!
                  (૨૦૦)
ધન, ધરા ને બંગલા, અહીંની રે'શે આંઈ;
ભુંડપ અને ભલાય, વળગી આવે વિઠ્ઠલા!

               (૨૦૧)
જળ દેખાતા ઝાંઝવે, મૃગલો મન મલકાવે;
( પણ ) લોભી ને ઘર જાય, ( તો ) વાંજીયો આંટો વિઠલા!
               (૨૦૨)
મુછો તો મરડયા કરે, માથું નિચું હોય;
દોરી સળગે તોય, વળ ના મુકે વિઠલા!
               (૨૦૩)
ઝાકળ કેરા જળથકી, તનડાં ટાઢાં થાત;
વર્ષા કેરી વાટ, વસુધા જોત ના વિઠલા!
               (૨૦૪)
પરધન ને પરનાર માં, ભણેલા ભુલ્યા ભીત;
માડોં ના કોઈ દી મીટ,  વનીતા સામે વિઠલા!
               (૨૦૫)
 ગુલાબ, ચંપો, મોગરો,  ચંબેલી ને જાય;
ઊકળતે ઓરાય, ( પછી ) વાસ ધ્રમંકે
વિઠલા!
               (૨૦૬)
જે ધર સેવા સત્યતા, દયાનીતિ ને દાન;
તે ધર માં ભગવાન, વસતો કાયમ વિઠલા!
             
               (૨૦૭) 
કુણુ ફુલ થી કાળજુ, નિશ્વય વ્રજ કઠોર;
જાગૃત આઠે પોર, વીર ના લક્ષણ વિઠલા! 
               (૨૦૮) 
મિત્ર સગાં ને માનુની, સુખ માં સંગી સાથ;
સાચાં માપ મપાય, વેળા આવે વિઠલા!
                (૨૦૯)
છળીયા પર ને છેતરે ,બોલે ખોટા બોલ ;
,તેનો ઘટશે તોલ વિશ્વ બધા માં વિઠલા!

               (૨૧૦)
કીકી કાળી વાદળી આંખ બની આકાશ
વરસે બારે માસ ,વાતે તારી વિઠલા

              (૨૧૧)
રૂપ ગુણ ને ચાતુરી ,કોઠા જ્ઞાન વિવેક
પ્રીતિ ,ત્રેવડ ટેક ,વહોર્યા  મળે ના વિઠલા!
               (૨૧૨) 
સાયર જળ પાછાં વળે વાળતાં મન;
ઉંમર ને યૌવન વળે ન પાછાં વિઠલા!
           
               (૨૧૩) 
ઉર જળાં ઊંડાણ તો, અરણ વથીય અથાગ;
તારો લેનાર તાગ, વમળે ડુબ્યા વિઠલા!
             (૨૧૪)
બાપ ની સામે બોલમાં, કયાં કરશે ફરીયાદ;
શ્રવણ કરજે યાદ, વારે પરબે વિઠલા!
              (૨૧૫)
ઓજસ  મુખે આપતું ,સુંદર કાયા  હોય
સત્કર્મી નર કોઈ વરતી  લેવો વિઠલા!                             
             (૨૧૬)
મચ્છર ,માંકડ માનુની ,લાગે જ  લિયે લીયે
ઊંઘ ઉડાડી દિયે ,વીર પુરુષ ની વિઠલા
              (૨૧૭)
લોભ અને લાલચ તણો, સ્વપ્ને  નહી સંગાથ;
( તો ) હરી પકડશે હાથ, વાલપ રાખી વિઠલા!
               (૨૧૮)
સાયર જળ પાછા ફરે વળે વાળતા  મન
ઉમર અને યૌવન ,વળે  ના પાછા વિઠલા! 
              (૨૧૯) 
લોભી, માંગણ, લાલચુ, ભવ આખાની ભીડ;
પરની જાણે ન પીડ, વિત ના ભુખ્યા વિઠલા! 
              (૨૨૦) 
ચતુરાઈ ને ચીવટમાં, ભાયુ ન માંગે ભાગ;
ખોંખારો ને ખાગ, વીરનાં આંગત   વિઠલા!           
             (૨૨૧)
શીસોડો પીલે શેરડી, મીઠપ કેમ મુકાય?
સજ્જનતા ઓળખાય, વિપત આવ્યે વિઠ્ઠલા!
             (૨૨૨)
સરજીયા સ્વાંતિજળે, મોતી હોય અનેક ;
મોંઘું મોતી એક, વંશ દિપાવણ વિઠલા!
               (૨૨૩)
ફટકેલી ફોરમ તણા, ઢાંકયાં ન રે ઢગે;
આવળ ફુલ ઊગે, વાસ ન ધ્રમકે વિઠલા!
              (૨૨૪)
શઢના ઉડયાં ચિંથરા, દોડયો દિનોનાથ;
સબળ દીધો સંગાથ, વ્હાણ હલાવવા  વિઠલા!
               (૨૨૫) 
વિરહ ન વેઠ્યો હોય તો, મળતાં ના'વે મોજ;
તડકે તપીએ તોજ, વડની કિંમત     વિઠલા!
               (૨૨૬) 
પાળ તોડીને પરવર્યા, નદીના મીઠાં નીર ;
દોડયા સાગર તીર, વળે ન પાછાં વિઠલા!
               (૨૨૭) 
પ્રબળ હોય પુરુષાર્થ તો, સકળ પદારથ સિદ્ધ ;
અષ્ટ સિદ્ધિ નવ નિધ, વળગ્યાં આવે  વિઠલા!
               (૨૨૮) 
ગુણ બીજામાં ગોતવા, અવગુણ જોવા ન આંખ ;
મોં ઠેલે મધમાખ, વાસી ફુલથી વિઠલા!
               (૨૨૯) 
આવરદા ઓછી કરી, ચાલી જગ વણઝાર ;
વાલા કરો વિચાર, વાટ ટુંકી છે વિઠલા!
               (૨૩૦) 
પ્રીત દેશના પંખીડા, પરવરવુ પરદેશ ;
મોઢે ઉજળે મેષ, વભુ ન સાંખે વિઠલા!
               (૨૩૧) 
સુજશ રુપી સુન્દરી, કાયર થાય   કાલા ;
ઠબલાણા છે ઠાલા, વીરને વરે વિઠલા!
               (૨૩૨) 
તપે ટીપે કાયા ઘસે, કુંદન કટકા થાય;
રંગ નહિં બદલાય, વિપત પડતાં વિઠલા!
               (૨૩૩) 
બીડુ પાન બનારસી, દાંત મહી ચગદાય;
લાલ હોઠ થઈ જાય, વૈંરી મુખના      વિઠલા!
               (૨૩૪) 
પ્રાણ જાય તો પણ ભલે, થાય કદિ અનહિત;
રઘુવંશી ની રીત, વચન ફરે નહી વિઠલા!
               (૨૩૫) 
ગબકો કરી ને ગાંઠમાં, ધનનો ખબકો લે ;
ઠાકર ન ઠબકો દે, વાપર થોડું વિઠલા!
               (૨૩૬) 
હળી મળી ને હાલવુ,  ઝાઝા કરી જુહાર ;
અળગા થતા ન વાર, વટે મારગું વિઠલા!
              (૨૩૭)
સો સો વાતે સોંસરો ,કટકો નહી  કચાશ;
એ નર ની સુવાસ ,વધતી જશે વિઠલા! 
             (૨૩૮)
જન્મી જીવી જાણ્યું ,રાજી છે  રઘુનાથ;
પરભાવ આવે સાથ ,વાવ્યે  એવું વિઠલા!
               (૨૩૯)
હનુમાન હૈયું  ચીરે , રામ  હ્રદય   દેખાય;
માનવ થી ના થવાય,( ઈ ) વાનર જેવા વિઠલા!   
             (૨૪૦)
ઝાઝી દવાથી દેહ થી ,ઝાઝું જો જીવાત;
જમડા કડી ના જાત ,વૈદ ને ઘરે વિઠલા!
            (૨૪૧)
ભાગ્ય ફરે ,કોઈ દી  ફળે , ભાઈ ફર્યો દુ:ખદાઈ;
રાવણ ગયો રોળાઈ ,વિભીષણ ફીટ્યે વિઠલા!
              (૨૪૨)
દાન માંન પરહિત માં , કદી  ના જોવા દોષ
કુવા માંથી કોસ,( જેમ) વારે ઠાલવે વિઠલા! 
             (૨૪૩)
જનનિ રતન જેમની ,છોરુંય રતન થાય;
સિહણ  કુખે સોહાય ,વન નો સ્વામી વિઠલા!
                (૨૪૪)
સોરઠ જનની સિહ ની, હાલર હીરા ખાણ;
જન્મ્યો ઝંડુ સુજાણ , વળતો જનમ્યો  વિઠલા!
              (૨૪૫)
નદી પુર થી ઝાડવા, જબરા ઉખડી જાય ;
નેતર નહિ તણાય , વેગે નમતા વિઠલા!             
             (૨૪૬)
તાણે બધુંય તાણતી, ( પણ )પોતાનાં પાળેલ ;
છૈંયો બની ગ્યો છેલ, વાંકી નદીએ વિઠલા!
              (૨૪૭)
કોઈ ની માંડે  કુથલી ,ગામ ગપાટા હાંકે;
ઈશ્વર આઘા રાખે વાતોડિયા થી વિઠલા!
                (૨૪૮)
જળે ઉછેર્યા ઝાડવાં, જળવિણ ગયાં સુકાઈ;
ડુબવા કેમ દેવાય! વાલપ લાજે વિઠલા!
                (૨૪૯) 
શબદ તારને છોડવા, ખેંચી  કાન કમાન ;
નિંભરને ન નિશાન, વેધુ ઝીલે વિઠલા!
               ( ૨૫૦) 
મીઠાં વચનો મુખમા, મન તો કડવો લીંબ;
પડવાનુ પ્રતિબિમ્બ, વિશ્વ અરીસે વિઠલા!


                (૨૫૧) 
ગોવિંદ જાતાં ગોપીના, હૈયા ગ્યાં હેબતાઈ ;
( તેદી )ડાકણ સમી દેખાઈ, વૃજની ભુમિ વિઠલા!
                (૨૫૨) 
ગંગાજળ છે ઉજળાં, જમના જળ કેમ શ્યામ ;
( એના )ઘરમાહી ઘનશ્યામ, વસીયો કાયમ વિઠલા!
                (૨૫૩) 
કયાં  બંધાણી  પ્રીતડી, પરદેશી ની  સંગ ;
રંગમા પાડી ભંગ, વિદેશ  હાલ્યો વિઠલા!
                (૨૫૪)
ભવ બધો ભેળા રહે, કોયલ તેમજ કાગ ;
( પણ )ના'વે પંચમ રાગ, વાયસ કંઠે વિઠલા!
                (૨૫૫) 
શંકા  પેઠી સજડ તો, લંકા  સમ  સંસાર ;
મળે ન અડધા ભાર, વે'મનુ ઓસડ વિઠલા!
                (૨૫૬) 
આવ્યા ન આવ્યાં ઉપડયાં,(જેમ) મોંઘેરા મે'માન ;
(એમ) પંડને છોડી પ્રાણ, વહ્યો જવાનો વિઠલા!
                (૨૫૭) 
આવે સુકૃત એકલું, સંપત ના'વે સાથ ;
હોયન અંતે હાથ, વાલની વીંટી વિઠલા!
                (૨૫૮) 
સમજાવ્યાં સમજે નહી, મન માન્યો લે માર્ગ ;
નારી, નદી, ને નાગ, વાંકાંજ હાલે વિઠલા!
                (૨૫૯) 
કાઠો ભાંગી કુદશે, નદીઓ નાં  જો  નીર;
સુકાઈ જાય શરીર, વિજોગ ભવનો વિઠલા!
                (૨૬૦)
શાણા સમજે એટલું, હાર્યે ન આવે  હેમ;
મેઘ અષાઢી  જેમ, વરસી જાણે વિઠલા!
                (૨૬૧) 
ખીલેથીય ખેંતાળે, ભડકી ભુરાયાં થાય ;
દુધ  નહી  દોવાય, વટકેલા નાં  વિઠલા!
                (૨૬૨) 
નરવીર કોક જ નિપજે, નિર્બળ થોકંથોક ;
મોંઘું   મોતી   કોક, વેળા   પાકે   વિઠલા!
                (૨૬૩) 
ભલ ભલાને ભીંસતી પડતાં જાણે પીડ ;
(એવી) ભુંડી નાણા ભીડ, વસમી સૌથી વિઠલા!
                (૨૬૪) 
મોલઉભા સુકાય છે,  ત્રાટક દેતાં તીડ;
ભુંડી નાણા ભીડ, વેડે સૌને વિઠલા!
                (૨૬૫) 
જણ્યાનું જીવતર જોડવા, માંડવડે મંડાય;
વા,તો એવો વ્હાય, વઢે વેવાણ્યુ વિઠલા!
                (૨૬૬) 
કુળ અંગારા કુમતીયા, દેતાં કુળ ને દાગ;
વનને બાળે આગ, વાસ ઘસાતા વિઠલા!
                (૨૬૭) 
કુમત જો કાંધે ચડી, તો સુમત સુઝે નહી ;
રાવણવાળી  થઇ,  વાંકી   દશા વિઠલા!
                (૨૬૮) 
દયા, નીતિ નો દીવડો, અંતર થી ઓલવાઈ ;
(તો) માણસની માણસાઇ, વગડે રોશે વિઠલા!
                (૨૬૯) 
દેશ બચાવવા દોડતા, ધડ ધીંગાણે ધાય;
પાળીયા પણ પુંજાઇ, વિરનરો ના વિઠલા!
              (૨૭૦)
તરવૈયો કોઇ તરે, સ્વારથ  સાગર માંહ્ય;
(એમાં)ડુબેલાં દેખાય, વરણ અઢારે વિઠ્ઠલા!
               (૨૭૧)
આવકારો દે ઉજળો, (જેંના)મધથી મિઠા મન ;
એ નર ભલે નિર્ધન, વડો કુબેર થી વિઠલા!
               (૨૭૨)
હાથ તાળી  દઈ હાલતા, (એમા) કપટ  કાંઈ કળાઈ ;
(તો)ઉર ના અમૃત માંય ,વિખ ભેળાતાં વિઠલા !
   
              (૨૭૩)
ભણેલ પણ ભૂલી જતા ,જેના ધરાઇ  ખાતા ધાન;
ચુકે ના કોઈ દી  શ્વાન , વફાદારી વિઠલા !
               (૨૭૪)
વહેવારે વાંધા પડે ,તલવારો ના તણાય;
આંટી ઉકલી જાય ,વશટી  કર્યે વિઠલા !
               (૨૭૫)
કાગે હંસો નોતર્યો મુક્યા વિધ  વિધ માંસ;
હંસ ઉડ્યો આવાસ ,વીણવા મોતી વિઠલા! 
               (૨૭૬)
માણસાઈ  ગઈ મસાણે , વધ્યા  વેર ને ઝેર ;
કળજુગ કાળો કેર, વરતાણો છે વિઠલા !
                (૨૭૭)
સજજ્ન પર સંકટ પડે દુર્જન ત્યાં હરખાઈ ;
વાંસ નહિ પીલાય, વાઢ  પીલાસે વિઠલા!
                (૨૭૮)
હૈયે  પકડ્યું  હોઈ  જો,  શ્રદ્ધા  નું સુકાન ;
(તો) ભય વેળા ભગવાન, વ્હાર કરે છે વિઠલા !
                 (૨૭૯)
માનવતાનાં બીજજો ,વડીલ હાંથ વવાય;
જુગે ન આંબા  જાય, વેડે પરીયા  વિઠલા !
              (૨૮૦)
જનથી ઉચા ઝાડવાં, કાં સરજ્યા જગરાજ?
(જેના)જીવન પરને કાજ (ઇ)વડા જગતમા વિઠલા!
                (૨૮૧) 
માનવ પાસે માંગતા, જીભથી કે'છે જા;
ઝાડ ન પાડે ના , વનફળ વેડયે વિઠલા!
                (૨૮૨) 
કરણી બુરી જે કરે, દિલમાં લાગે ડંખ;
કઠતુ રોજ કલંક, વિભાકર ને વિઠલા!
                (૨૮૩) 
વાવેલું વણસી ગયું, થવા નુ તે થાય ;
હામ ન હારી જવાય, વરસ ફર્યેથી વિઠલા!
                (૨૮૪) 
વિછળો થાળી વાટકા, ખાવા ચોખ્ખા અન્ન;
મળવા પ્રભુ ને મન, વિછળો થોડુંક વિઠલા!
                (૨૮૫)
ભોઠપ હોય ન ભુલની કુડા જનને કાઈ;
સમજુને મન થાય, વડી વિસામણ વિઠલા!
                (૨૮૬)
નવો પૈસો પાપ નો, સાપ કદી સંઘરાય;
હક્કનુય હાલ્યુ જાય,વાસેલ તાળે વિઠલા!
                (૨૮૭) 
સાગર સાતે જો ભરે, માનુ હેત ન માય;
(પણ)દીકરા ભુલી જાય, વહુ ને ભાળી વિઠલા!
                (૨૮૮) 
ખાતર વીના ખાખરો, ક્સુડે કોળાય ;
(પણ )કોઠી નહી ભરાય, વગર ખાતરે
વિઠલા!
                (૨૮૯) 
પેટ ભરે છે પંડનુ, આપે નહિં કોઈ ને અન્ન ;
ધન મળ્યું પણ મન, વાટકી જેવું વિઠલા!
                (૨૯૦) 
ભલી ટેવ ભગવાન ની, ચરણ ધરે તે લ્યે ;
પાંછુ જ વાળી દે, વ્યાજ ઉમેરી  વિઠલા!
                (૨૯૧) 
કૂડે જમાને જીવવું  (જ્યાં) વેર ઝેર ને જુદ્ધ ;
વસુંધરા નુ દુધ, વસુકી ગયા છે  વિઠલા!
                (૨૯૨) 
માન પછી અપમાનને,  હાસલ પાછળ હાણ;
સંભારે નહી સુજાણ, વિતી પળને  વિઠલા!
                (૨૯૩) 
દુ:ખ વેઠવા દોહ્યલાં, ઉર લાગે આઘાત;
વખત વિતતા વાત, વિસારે સૌ  વિઠલા!
                (૨૯૪) 
વાલમ તારા વિરહની, કોને કહેવી વાત?
દીવસ ખુટે ત્યા રાત, વેરણ લાગે  વિઠલા!
                (૨૯૫) 
સવણા દીએ સાંભરીયાં, અમન સમન આરામ ;
(હવે)રટવા સુજ્યા રામ, વાકા દીએ  વિઠલા!
                (૨૯૬) 
તરણી  શી  રીતે  તરે, ધરણી  ધ્રુજાવેલ ;
કરણીના કુફેલ, વરણ્યા જાયન વિઠલા!
                (૨૯૭) 
વાવ્યું સુકુત ગોંટલુ, ફુટયો અમૃત રોપ;
ફાટેલ ઘટાટોપ, વૈડેઆંબો  વિઠલા!
                (૨૯૮) 
આવકની તો આંખડી, હોય ખરચ હદબાર ;
કા વેચે ઘરબાર , કા વતન છોડે  વિઠલા!
                (૨૯૯) 
રામરાજ્ય  રુડુ  હતું,  રામ  ની  હાર્યે ગ્યુ ;
આ બખડ જંતર થ્યુ, વિખવાદોનુ  વિઠલા!
                (૩૦૦) 
સેવા તો સંતાઈ ગઈ, સતા કાજ સચોટ ;
માગણ માંગે લોટ (એમ)વોટ માંગતા વિઠલા!
               

             (૩૦૧)
નાથે થોભ્યા ના રહે, ખાડે જય ખબકાય;
ગાડે જો જોડાય, વણપલોટયા વિઠલા !
              (૩૦૨)
જેનુ લેણું જેટલું, દેવુ પડે અચુક ;
ઠાલું ઉડે થુક, વચન બોલ્યે વિઠલા !
              (૩૦૩)
કોઈ ન પાળે કાગ ને, પોપટ  ઘેર પળાય ;
કારણ એક કળાય, વાણી મીઠી  વિઠલા!
               (૩૦૪)
અન્ન, ધન, વસ્ત્રો, આપતા, કૈક ની રાખે લાજ;
માનવતાનુ રાજ્ય, વિરો  માણે વિઠલા!     
               (૩૦૫)
કયાં પંખી કયાં  માનવી? સારસ કાઢે પ્રાણ ;
માનવ સ્વારથ ખાણ, વિસરે પ્રીતિ વિઠલા!
               (૩૦૬)
સોનું ચોરે સોનીયો, ધન ધંધો કરનાર;
મન ચોરે છે નાર, વકીલ ન પહોચે વિઠલા!
               (૩૦૭) 
કટકા થયેલ કાળજું, વહરાં  સુણી  વેણ ;
રજે ન લાગે રેણ, વેણ  મિઠાશે  વિઠલા!
               (૩૦૮) 
તનના રોગ મટી જશે, મનના રોગ ન મટે ;
ઘટાડવા થી ઘટે, વધે વધાર્યા   વિઠલા!
               (૩૦૯) 
ચંદ્ર ઉપર જય માનવી, અધમણ લાગ્યો ધુળ ;
મોંઘેરા  છે  મુલ,  વિજ્ઞાની ના   વિઠલા!
               (૩૧૦) 
મંગળ જઈ ખુદી વળે કે ગુરુ, શુક્ર માં જાય;
જગમાં યુદ્ધ ન થાય, વિજ્ઞાન શોધે વિઠલા!
               (૩૧૧) 
ચડે અજબના આંકડા, ધન ધુમાડો થાય ;
ભુખ્યા પેટ ભરાય, (ઈ)વિજ્ઞાન શોધે વિઠલા!
               (૩૧૨) 
એક ઝાડ પર પંખઓ, ભાભરી ભેળા થાય ;
સૌએ સંપી ખાય (ઈ)વિજ્ઞાન શોધે વિઠલા!
               (૩૧૩) 
નહી ઉચ્ચ નહી નીચ ને, નહી ગરીબ, ધનવાન ;
સૌએ હોય સમાન (ઈ)વિજ્ઞાન શોધે વિઠલા!
               (૩૧૪) 
નહી કોર્ટ નહી કાયદો, નહી પુણ્ય નહી પાપ ;
શમે જગત સંતાપ, (ઈ) વિજ્ઞાન શોધે વિઠલા!
               (૩૧૫) 
તન તરણી, શઢ સુમતિ, મન દઢ હોય સુકાન ;
સત્ય ધર્મ પર ધ્યાન, વમળ વટે છે વિઠલા!
               (૩૧૬) 
પંથ લાંબો, પ્રીત ઘણી, ગૌરી ગામતરે ગઈ ;
(પછી) મનની મનમાં રહી, વેળુ પડીગ્યુ વિઠલા!
               (૩૧૭) 
કંથ મશાણે કળકળે, (હવે)રાખજ જોવી રહી ;
(ત્યાતો) ભાભરી ભેળી થઈ, વળગી હોઠે વિઠલા!
               (૩૧૮) 
વિષધર વનિતા બેઉના, ડંખ નહી સહેવાય ;
બચવા એક ઉપાય, વળગા રહેવુ વિઠલા!
               (૩૧૯) 
નર નબળો, વહુ વઢકણી, પાડોશીને પુણે ;
ધડા વગરના ધુણે, વાંધા ગોતી વિઠલા!
               (૩૨૦) 
તાત  ખરો સુત મીઠડો ,વારિધિ વરસાદ
ક્યાં પિતા ? પ્રહલાદ ,વડો અચંબો વિઠલા !
              (૩૨૧)
કરમી  કેરા કુળ નો, ભાવ ના પૂછે કોઈ
કેવડે કાંટા તોય, વાલો હર ને વિઠલા !
             (૩૨૨)
ક્રોધ  કરી  ને  કર્મો, અણધાર્યા અથડાય ;
જેલ ની ભેરા થાય, વેર ભરેલા વિઠલા!
             (૩૨૩)
બાપ  થી કર્મી  બેટડો ,પાકે કોક જ ઘેર
નીર ભર્યું નાળીયેર ,વડે ના ભાળ્યું વિઠલા!
             (૩૨૪)
ધન કોના ? કોની ધરા ?ટક્યા ના કોઈના તાજ;
રાવણ વાળું રાજ્ય ,વિભીષણ ભેળું વિઠલા !
             (૩૨૫)
મતિ  ઘટી ને વય વધી ,તેર ના પંચોતેર;
 (પણ)ફણસે પડ્યો ના ફેર ,વડ્કે જીવ્યો વિઠલા !
              (૩૨૬)
કંચન ઘટ ઘડાય તો ,કામન કંઠ સોહાય ;
ઘા જીલ્યા વિણ ક્યાય ,વૈકુંઠ મળે ના વિઠલા !

              (૩૨૭)
તન સુંદર સુંદર નહી ,મન સુંદર જો થાય
તો દુનિયા બધી દેખાય વ્હાલપ વાળી વિઠલા!
               (૩૨૮) 
ચિત વિપરીત, વિપરીત ગતી, પ્રીત વિપરીત દુ:ખદાય ;
મતિ વિપરીત જો થાય (તો)વિપરીત વિધિ વિઠલા!
               (૩૨૯) 
સર્જન અને વિનાશનો,એક જ કુળ અવતાર ;
ત્રાક અને તલવાર, વંશ  લોહ નો વિઠલા!
               (૩૩૦) 
સુમતિ, સુધન, સુવિધા, સંત, સપુત, સુનાર ;
સાંપડતા સંસ્કાર, વિધિ ક્રુપા થી વિઠલા!
               (૩૩૧) 
નર્ક ખાણ નારી નથી, નારી રતનની ખાણ ;
જન્મે સંત સુજાણ, વનિતા કુંખે વિઠલા!
               (૩૩૨) 
નર ભલે નખરાં કરે, ખટક્યા કરત ખોટ ;
નારી ઘડી ન હોત, (તો) વગડો ગાજત
 વિઠલા!
               (૩૩૩) 
કાને સુણી ન હરીકથા, કર્યા નહી સત્સંગ ;
(તો) અવતર્યો અડબંગ, વયવિતાવા વિઠલા!
               (૩૩૪) 
ખીજ્યો ખીખવાટા કરે, બમણો ચડે બરો ;
(એને)સો સો વાના કરો(તોંય)વાંકો હાલે વિઠલા!
               (૩૩૫) 
બાવા, બાવળ, બોલકાં, બરડ હોય જાતે ;
વળે ન કોઈ વાતે, વળ ખાધેલા વિઠલા!
               (૩૩૬) 
ચડ કેતા જાતા ચડી, (પછી)ઉતરતા અકળાઈ ;
દાણા જેમ દળાય,  વાફળ મત્યના વિઠલા!
               (૩૩૭) 
કયાં કાગા, કયાં હંસલી?કયાં હોલો કયાં ઢેલ ?
મળે ન કોઈ નો મેળ ; વરસો જતા વિઠલા!
               (૩૩૮) 
હોય હુલંબી કાચ તો, રુપ કરુપ કળાય ;
દીલ નહી દેખાય વગર પ્રીત એ વિઠલા!
               (૩૩૯) 
આભ થંભ થઈ ને ઉભો , કરમી કસ્યપ સુત ;
(એની)ઇર્ષા કરી અખુટ, વેડે રાહુ વિઠલા!
               (૩૪૦) 
કોરું  ધાકોર  કાળજું, કાન  નહી આતુર ;
(પછી)સારંગી ના સુર, વગાડવા ક્યા વિઠલા!
               (૩૪૧) 
ગજા વગરનો ગોકીરો, ધડા વગરનો તોલ ;
બબડાટી ના બોલ, વામા લીંટા વિઠલા!
               (૩૪૨) 
કર્યો  કરતુક  કોળતા,  વાવેલા     વેડાય ;
હાથ હૈયાને ખાય, વેળા આવ્યે વિઠલા!
               (૩૪૩) 
જોરાવર થઇ જોરથી, જન પર કરતો ઘાવ ;
(પણ)ટાઢીયો આવે તાવ (તોં)વિટે ગાભા વિઠલા!
               (૩૪૪) 
ઉડીશ આભે કેટલું? લાભ કેટલો લઈશ?
ખુલ્લા હાથે જઇશ, વગર ભાતે વિઠલા!
               (૩૪૫) 
કરવાનું તે ના કર્યું, ના કરવાનું કર્યું ;
ભાંગલ ગાડું ભર્યું, વચમાં રેશે વિઠલા!
               (૩૪૬) 
ઘટયું ઘટયું તું કાં કરે? ઘટી લક્ષ્મી કે સુખ?
દેખ દર્પણે મુખ, વય  ઘટી  ગઈ વિઠલા!
               (૩૪૭) 
સારો સથવારો નહી, વસમી લીધી વાટ ;
ઊપડયો ક્યાં ઉચાટ, વગર ભુમિએ વિઠલા!
               (૩૪૮) 
પરના જોરે ઝુઝવા, નિર્બળ, શોધે સાથ,
હિંમત, કટારી, હાથ, વિરના સાથી વિઠલા!
               (૩૪૯) 
ભલું થયું જો કોઇનું, ભુલથી લેતો ન ભાર ;
કરનારો કીરતાર (તને)વચમાં રાખી વિઠલા!
               (૩૫૦) 
પૈસો  પ્રીત  વધારતો,  પૈસો  તોડે   પ્રીત ;
જગમાં હીત અહીત,વસુ કરાવે વિઠલા!
             

               (૩૫૧) 
ધન થી બાંધી પ્રીત તે, ધન વિણ ટુટી જાય ;
મનથી જો બંધાય (તો)વજર ગાંઠ્યુ વિઠલા!
               (૩૫૨) 
પવન  ઉડીડે  પાંદડાં, જો મુળ ઉંડા જાય ;
થડકો થડ નહી ખાય, વાવંટોળે વિઠલા!
               (૩૫૩) 
સાઠયે સંકેલો કરે, કરમી નર કેવાય ;
ભર જોબનમાં જાય, વહમુ લાગે વિઠલા!
               (૩૫૪) 
જુગાર હાર્યા જોરુનાં, અણઘટતાં અપમાન ;
મહાભારત મંડાણ, વ્યાસ લખીગ્યા  વિઠલા!
               (૩૫૫)     
શાસ્ત્રજ્ઞાન, વાણી વિમળ, વીરડા જળ, વિજ્ઞાન ;
મીઠપ, દયા ને માન, વાપર્યા વધે વિઠલા!
               (૩૫૬) 
ધાને બધાં ધરાય પણ, ધનથી નહીં ધરાય ;
(તેથી)જલધિતણા જમાઈ, વિષ્ણુ થએલ વિઠલા!
               (૩૫૭) 
વધ્ય આંબા, વધ્ય પીપળા, વધ્ય જાંબુના ઝાડ ;
ત્રેવડ નથી ને તાડ, વધ માં ઉંચો વિઠલા!
               (૩૫૮) 
મન માયાથી મોકળુ, (ઈ)ખરાખરીનો ખેલ ;
રેઢાં જે રખડેલ, વળે ન પાછાં વિઠલા!
               (૩૫૯) 
તરણુ પણ તારું નથી, મનથી છુટયો ન મોહ,
કુવો ખાલી ને કોહ, વેતો રાખ્યો        વિઠલા!
               (૩૬૦)   
પંખી આતમ પિંજરે, દુશ્મન  હાથે  દોર ;
ચિતમાં બેઠાં ચોર, વાવડ લેજે વિઠલા!
               (૩૬૧) 
ગઈ પળો પાછી વળી,જોયું ન સુણ્યું કયાંઈ ;
છોડી  દે  પટલાઈ,  વાડી  ખેડયે વિઠલા!
               (૩૬૨) 
દેવું  સ્હેવું  દપટવું,  દુષણ  પરનું   જોઈ ;
એવાં લક્ષણ હોય, વીરપુરુષનાં વિઠલા!
               (૩૬૩) 
ડુંગર કરતાં રાત દિ, વાદળી હાર્યે વાત, ઈર્ષાથી આધાત, વિજળી દેતી વિઠલા!
               (૩૬૪) 
કાયર કાયર કલ્પીને કરે, ચિતને ચિંતાતુર ;
મૃત્યુ છે મંજુર, વીરને કાયમ વિઠલા!
               (૩૬૫) 
ડાહ્યા નર દેતા નથી, લલના હાથ લગામ ;
ઉજ્જડ કરશે ગામ, વટ દેખાડી વિઠલા!
               (૩૬૬) 
ખામી કાઢીએ ખીખવે, માનેથી મલકાય;
એના વખાણ થાય, વનિતા રાજી વિઠલા!
               (૩૬૭) 
હસે, રડે,  ઈર્ષા કરે,વાલી નિંદા, વાત ;
રીજે, ખીજે ઈ સાત, વનિતા ગુણો વિઠલા!
               (૩૬૮) 
જાનારી તું જાય છે, થોડુંક રોકાઈ જા ;
દિલમાં લાગેલ દા,(તું)વાદળી થાને વિઠલા!
               (૩૬૯) 
સોણામાંય સતાવતી, હાજર થઈ હમેશ ;
પંડય બીજો પરમેશ, વેદના જાણે વિઠલા!
               (૩૭૦) 
દિલનાં જો દર્પણમહિં, દિનભર ના દેખાત ;
(તો)ફટ દઈ ફાટી જાત, વજ્ર કલેજું વિઠલા!
               (૩૭૧) 
નદીયુ જો કડવાશની, દિલ દરીએ ઠલવાય ;
જીવતર મીઠું થાય, (ઈ)વાત જ ખોટી વિઠલા!
               (૩૭૨) 
દાઝેલાં જે દિલ છે, મુકાય ના અંગાર ;
થોડીક આંસુધાર, વેવડાવી દે વિઠલા!
               (૩૭૩) 
ઉંડે  કૂવે  ઉતારીયાં, રુદે  ન  આવી રહેમ ;
પેલા બતાવી પ્રેમ, વરત વાઢયા વિઠલા!
               (૩૭૪) 
રાને બેસી રોઉં છું, સ્નેહી  જો  સમજાત ;
જોગણ તું થઈ જાત, વગડો ઢુંઢત વિઠલા!
               (૩૭૫) 
કોરું નકોર વો'રીયું, કરમે ફુટેલ કેમ?
રીજી રેટયો પ્રેમ, (તો)વાર ઢોળાણો વિઠલા!
               (૩૭૬) 
પ્રાગવડ  પાલવીયો ,જોતા બાવળ જાય ;
 તન કાંટે  ત્રોપાય ,વિસામો મળે ના વિઠલા!
               (૩૭૭)
બાના કરી બેસાડતાં (હવે)જાતાંય નહિં જુહાર ;
કેશરીયો કંસાર, વખ ભેળાણો વિઠલા!
             (૩૭૮)
ડફળ્યું  જેનું  દિલડું ,ડામણ નહિ દેવાય ;
મનાવ્યું નહિ મનાય ,વાત  ના મને વિઠલા!
              (૩૭૯)
લીલા વન ના પંખીડા, ફૂલ ને બાગ ફરેલ;
મરું  ભૂમિ નો મ્હેલ ,વહરો  લાગે વિઠલા!
                (૩૮૦)
પ્રીતમ તારી પ્રીત થી , સધળાં મળશે સુખ ;
દોડી વળગ્યા દુઃખ , વેગળા રાખી વિઠલા!

                (૩૮૧)
નહિ અંબ , નહિ  ફળ , નહિ વનરા
 નહિં વેલ ;
કોયલ  આવી ચડેલ, વાની   મારી વિઠલા!

                (૩૮૨)
ઝંતર મારું ઝણઝણે ,જાંબુક ભાગે જોઈ ;
કસ્તુરીયો મૃગ કોઈ, વિંધાણો જો વિઠલા!
                (૩૮૩)
મીઠી સુની મોરલી ,અણશીયાં ઓજપાય ;
મણીધર  તું મંડાય ,વાદી  સામે વિઠલા!

                (૩૮૪)
તારો  ના  હોત  ત્રીકમાં , ટેકો  દુબળે તન  ;
મુંઝાત મારું  મન ,વારે ઘડીએ વિઠલા ?
              (૩૮૫)
વ્હેતી રાખી વાલમાં , પ્રીત તણી  પડનાળ ;
હૈયે  ઝાક ઝમાળ ,વાટ્યું  ઝગે વિઠલા !
             
            (૩૮૬) 
ઘટના કેરી ઘંટીમાં, ભવ  બધો ભરડાય ;
કોક અખંડ કળાય  , વિદેહી જેવો વિઠલા !

                (૩૮૭)
પેટ ભારે સહુ પંડ્ય નું ,માનવ શી મોટાઈ?
દીપક માં દેખાઈ ,વડાઈ સાચી વિઠલા!
   
                (૩૮૮)
પાવન તું પરમેશ્વરી, જડધર શીરે  ના જાત ;
(તો)  ભાગેરથી કે'વાત , વ્હેતી નદી વિઠલા!       
             (૩૮૯)   
કુળ વધેરી  પાંડવે ,હેમાળે  ગાળ્યા હાડ ;
કમત કેરે કમાડ , વાસો  તાળા વિઠલા !
              (૩૯૦)
સરવરિયા સોહામણા ,મૃગજળ માં છલકાય;
પાણી ટીપું ના પાય ,વળગો ખોટાં વિઠલા !
            (૩૯૧)
ભટકે ભમરો ફુલ પર ,જ્યાં લગી હોય સુગંધ ;
સ્વારથ  વિના સંબંધ ,વિરલા રાખે વિઠલા!
        (૩૯૨)
કુપળ ફુટ્યા કોળિયા ,પાનખર લાગી પ્રીત;
ખરવું પડે ખચિત ,વખત આવ્યે વિઠલા!
             (૩૯૩)
સમજુ ને સમજાવીએ  મૂરખ નહિ મનાય ;
ખર જો ડફણા  ખાય વાંકું ના હાલે વિઠલા!
                (૩૯૪)
કુટુંબ માં પણ કોકદી, વળચડ ,ચડભડ હોય;
હળુક  મુકો તોય , વાસણ ખખડે વિઠલા!
                (૩૯૫)
એવી પ્રીતિ બાંધીએ, શેણી હડ ગળેલ ;
જંતર સુના પડેલ, વિજાણંદ ના વિઠલા!                                              (૩૯૬)
દેવ બેઠેલ દ્વારકા ,ગોકુલ ખાવા ધાય;
મન મારું મુંજાય  વગડે રાઉ  વિઠલા !
               (૩૯૭)
જાત ના જોઈ નરસૈયા  ,અંતર થઇ ઓળખાણ;
જઈ  બેઠો જોરાણ , વણકર ઘરે વિઠલા!
              (૩૯૮)
સાનુકુળ છે શ્યામળો, (તો) કથળ્યું કાંઠે જાય;
નહિ તો ડૂબી જાય ,વા જડ વિના વિઠલા !
              (૩૯૯)
સમજણ નોતી શ્યામળા ! "હું " કરી ભીડતો હામ ;
ગરવ ગળ્યો તમામ ,વ્રેમંડ ભાલીયો વિઠલા!
              (૪૦૦)
તાંદુલ  દીધા તે મને ,તું તાંદુલ ની જોગ;
ભલ ધરાવું ભોગ ,વળ  ના ખાતો વિઠલા!

             (૪૦૧)
અમૃત ને અળગું કરું ,તાંદુલ આવે યાદ;
સ્નેહમહી જે સ્વાદ ,વસ્તુમાં નહિ વિઠલા !

              (૪૦૨)
વાંસ ભલે થા વાલમાં  ! થતો નહિ ઘર નો મોભ;
મોટપ કેરો લોભ ,વસમો  પડશે વિઠલા !

              (૪૦૩)
હંસા પ્રીતિ બાંધમાં , બગલી નહિ બદલાય ;
(એનું) મન માછલી એ જાય ,વીણે  ના મોટી વિઠલા !

              (૪૦૪)
વ્હાલાં દીકરી દીકરા, સૌથી વાલી  શેણ ;
જો ઉથાપે વેણ (તો)વખ ની જેવા વિઠલા !
              (૪૦૫)
સરીતાના સંતાપ સૌ, સાગર ઘર ઠલવાય ;
સાગર કયાં ધર જાય, વિતક કેવા     વિઠલા !
              (૪૦૬) 
સીધે રસ્તે ચાલતા, ફોરમ આપે ફુલ ;
જીવન થાશે ધુળ, વાંકે રસ્તે વિઠલા !
              (૪૦૭)
ભુલ ઉપર ભુલો કરે, ઠપકો સુણ્યે ન થાક ;
નગણા જનનુ નાક, વાઢયુ કોળે વિઠલા !
              (૪૦૮)
સ્નેહી સરોવર થાવતો, મળીયે થઈ ને મીન ;
દુઃખના લાંબા દીન, વેઠયા ન થાતા વિઠલા !
              (૪૦૯)
દરીયો ભરતી ઓટથી, નખરાં કરતો નિત્ય ;
સજ્જન બાંધી પ્રીત, વધઘટ નઆવે વિઠલા !
              (૪૧૦)
સુખ  ગયેલું  સાપડે, ગરીબને  ધન હોય ;
ગયાં ન આવે કોઈ, વાલા માઢુ વિઠલા !
              (૪૧૧)
અડપલાં  આંખો  કરે, સ્હેતુ  દિલ  સંતાપ ;
પડોશી  ના  પાપ, વેડે  નક્કી  વિઠલા !
              (૪૧૨)
પરણેલી ને પીટતો, પર  નારી  થી  પ્યાર ;
સળગાવે સંસાર, વણ અક્કલના વિઠલા !
              (૪૧૩)
અબળા પાછળ આંધળો, એવું હોય હરીપર હેત ;
પંડય  ન  થાશે  પ્રેત,  વિમાન આવે વિઠલા !
              (૪૧૪)
દિલને ડુંગર દવ બળે, આંખ ઓલવવા જાય ;
ઠેક્યુ દય ઠલવાય, વહેતા આંસુ વિઠલા !
              (૪૧૫)
દુ:ખ છે મંદિર સુખનુ, અમથો કરે ઉચાટ ;
નથી ઘડાતો ઘાટ, વગર તાવ્યે વિઠલા !
              (૪૧૬)
તરછોડે તું ત્રીકમા! સંઘરે નહી સંસાર ;
ગોથાં ખાય ગમાર, વિટંબણા માં વિઠલા !
              (૪૧૭)
પોટા  તે  પંખીડા ના  બળતા બચાવેલ ;
(એમ)ખરાખરીનો ખેલ, વારુ કરજે વિઠલા !
              (૪૧૮)
ઈશ્વર  કે  ઈશુ કહો, કરીમ કહો  કે  કાન ;
એક જ છે ભગવાન ,વિશ્વ ઘડ્યું તે વિઠલા!         
                 (૪૧૯)
વગ વગર નો  માનવી, થાયે  ઠેલંઠેલ ;
વધે ના કોઈ દી 'વેલ વાડ  વગર ની વિઠલા !
               (૪૨૦)
મ્હેલો મનસુબા તણા , કોઈ ના પુરા ન થાય ;
(જેમ) કરોળિયો અટવાય ,વળગી જાળે  વિઠલા !
             
               (૪૨૧)
પડછાયો જેમ પંડ્ય ની પકડી રાખે પૂંઠ;
સાચા ની પાછળ જુઠ ,વળગ્યું આવે વિઠલા!
               (૪૨૨)
મોંઘી બાંધી મિત્રતા ,એને સાચવ એમ ;
વડ  વાયુ નો  જેમ ,વડ  ને ટેકો વિઠલા !

              (૪૨૩)
સજ્જન સાથે બાંધીએ ,સોણા માય સંબંધ ;
પડે ના ઢીલા બંધ ,વરસો જતા વિઠલા !

              (૪૨૪)
ઓધા  કેજો  એટલું,  નટવર  ના'વે ધેર ;
જીવન કરીયાં ઝેર, વગોણા કરશુ વિઠલા !
                 (૪૨૫)
ગોવિંદ કે'છે ગોપીઓ, નવ થાશો નિરાશ ;
આઘે હોવ કે પાસ, વળગ્યાં આતમ વિઠલા !

              (૪૨૬) 
આવી પ્રાચી પીપળે, શ્યામળા પાંડુ સાદ ;
ત્યારે ભલકુ આવે યાદ, વાગેલ  તને વિઠલા !

              (૪૨૭) 
પ્રાચી આવી પોઢીયો, (તારા)કાળજડે કચવાટ ;
કુળમાં લાગેલ કાટ, વસમો લાગ્યો વિઠલા!
              (૪૨૮)
સુણુ  જ્યારે  શ્યામળા, ગીતા  કેરાં ગીત ;
ભાંગી જાતી ભીંત, વિસામણ ની વિઠલા!
              (૪૨૯) 
રાજ્ય સોંપી દઉં રામને, હતી પિતાને હોંશ ;
જુઠ્ઠા પડેલ જોષ,  વશિષ્ઠ નાયે વિઠલા!
              (૪૩૦) 
નવે ગ્રહ ફરતા રહે, નહિં ફરે નિર્માણ ;
પરોઢીયે પ્રયાણ, વનની વાટે વિઠલા!
              (૪૩૧) 
દુનિયામાં દુ:ખદાઈ છે, બહુપ્રીતિના બંધ ;
સ્નેહ અને સંબંધ, વધારવા નહિ વિઠલા!
              (૪૩૨) 
રાવણને જોયો નથી, જોયા ન કોઈએ રામ ;
ભલાં બુરાં જે કામ, વાત રહી ગઈ વિઠલા!
              (૪૩૩) 
છોરું  રોતા  છોડીને,  નારી  પરઘર જાય ;
ગમાણઆવે ગાય, વાછરુ માટે વિઠલા!
              (૪૩૪) 
સ્ત્રી છે કેવળ સ્વારથી, પશુમાં ઉંચો પ્રેમ ;
વાછરુ ભુલે કેમ? વેચાય તોયે વિઠલા!
              (૪૩૫) 
વાંધો એક પતાવીએ,ઉભા કરે અનેક ;
ટંટાવાળી  ટેક,  વાંધાળાને  વિઠલા!
              (૪૩૬) 
માયા મળી ન હોત તો, કરત નહિં કૌભાંડ
ભરડો દઈ બ્રહ્માંડ, વિંટાણો તું  વિઠલા!
              (૪૩૭) 
દુનિયા સર્જી દેવ તેં, ભવનો લીધો ભાર ;
માયા કેરો માર, વેઠી લેજે વિઠલા!
              (૪૩૮) 
નિરાકાર નરનાથ તું, સ્ત્રીથી થયો સાકાર ;
ભુલ કરી તો ભાર, વેંઢારે છે વિઠલા!
              (૪૩૯) 
દુનિયામાં દુ:ખીયાં ઘણાં, મોટો દુ:ખીયો તું ;
તુંથી દુ:ખીયો હું, (કે)વિરહ વેઠું છું વિઠલા!
              (૪૪૦)
 મોર મુગટધર માધવા, શિરે શારદા માત ;
આપણી એક જ ન્યાત, વેગળા ન રાખ્ય વિઠલા!
              (૪૪૧) 
ત્રુઠી ન હોત માવડી, વરદાયિ  વિખ્યાત ;
ગીતા ના વંચાત, વિશ્વ બધાં માં વિઠલા!
              (૪૪૨) 
ખેચર ભુચર ખેલતો, જળસ્થળમાં પણ વાસ ;
ન્યારો તોયે પાસ, વડી કરામત વિઠલા!
              (૪૪૩) 
કર્યા કર્મ સૌ ભોગવે, ભલે અવતારી નર હોય ;
કુદરત પાસ ન કોઈ, વ્હાલાં દવલ્યાં વિઠલા!
              (૪૪૪) 
માનવ તેં જે મેળવ્યાં, સુખ નથી પણ દુ:ખ ;
મુકી રેતી મુખ, વાગોળે છે વિઠલા!
              (૪૪૫) 
બીજા સુખ, અસુખ છે, શ્યામળો સાચું સુખ ;
ભાંગે ન કોઈની ભુખ, વા, ભરખ્યાથી વિઠલા!
              (૪૪૬) 
ભક્તિ વિણ ભગવાં ધર્યા, મન માયાની હેઠ ;
પાપી ભરવા પેટ, વેશ જ કાઢયો વિઠલા!
              (૪૪૭) 
પરનું અહિત ઈચ્છતાં, પંડયનું અહિત થાય ;
એવાં ફળ વેડાય, વૃત્તિ જેવી વિઠલા!

              (૪૬૪)
જ્ઞાની  કે અજ્ઞાનીનો, ધોખો નહિં ધરાય ;
કાલા ઘેલા થાય, વનિતા પાસે   વિઠલા!
            (૪૬૫)
સમદર સાતે સોંસરો, જે નર તરતો જાય ;
એ પણ ગોથાં ખાય, વનિતા નદીએ  વિઠલા!
            (૪૬૬)
ગુણો નરમાં ગોતીએ, (તો)હાથ આવે હજાર ;
ગોરી પાસે ગમાર, વડો અવગુણ વિઠલા!
            (૪૬૭)
હલકી હાલ્યો ખોખલો, હેમાળો લઈ હાથ ;
(તેદી) વામન બન્યો વિરાટ, વિલાત ખભળ્યું વિઠલા!
            (૪૬૮) 
અડુડયો નહિં અષાઢમાં શ્રાવણ સુકો જાય ;
(હવે)મા મહિને મંડાય (તો)વેળા ચુકયો વિઠલા!
            (૪૬૯)
જળઘણાં તળ છીછરા, ખતા શું કામ ખા?
મછડા પાછોજ જા, વેળ વળી ગઈ વિઠલા!
            (૪૭૦) 
ઓટથી અકળાઈ નહિં, પાછો મુકે ન પાય ;
પડતાં ઉભાં થાય, વારિધ મોજા વિઠલા!
            (૪૭૧)
દુ:ખ પડે ત્યાં દોડતો, સન્મુખ કરતો સહાય ;
લેતો પકડી બાંહ્ય, વ્હાલાં મારા વિઠલા!
            (૪૭૨)
હુકમ કરે ત્યાં હાલવુ, ના કે'તો ના જાવ ;
ગુણ તો તારા ગાઉ, વારી જાઉં  વિઠલા!
            (૪૭૩)
સો  વરસ  સાથે  રહ્યાં,  પાણીને  પેટાળ ;
પીગળ્યો નહિં પાષાણ, વારિસંગે વિઠલા!
            (૪૭૪)
જડમતીયાં ને જાળવો, કહી ગયાં છે રામ ;
કોક દિ આવે કામ, વાનર સેના વિઠલા!
            (૪૭૫)
સાજન!  સાગરલ્હેરીઓ કાંઠાને મળીયુ ;
કરીને વાતડીયુ, વળીયુ પાછી     વિઠલા!
            (૪૭૬)
દાઢી ડગમગ દંતવિણ, ખાલુ ખડખડયુ ;
લોથ્યુ લડથડીયુ, વેળા પાકી વિઠલા!
            (૪૭૭)
વાદળીયુ  આભાપરે,  ચડીયું, ગડગડીયું ;
ગમતી ગાલડીયુ, વાલમ સંગે વિઠલા!
            (૪૭૮)
વ્હાલપ મનથી વિસરે, પરદેશીની  રીત ;
પનિહારી તેં પ્રીત, વગડે ઢોળી  વિઠલા!
            (૪૭૯)
વૈધ બતાવે રોગ ને, ભુવો  બતાવે  ભૂત ;
મન કરો મજબુત, વળગ્યું ભાગે વિઠલા!
           (૪૮૮) 
નેણામાંથી નિકળયાં, શર જે શેણ તણા;
ઈ સાકરથીય ગળયાં, વાગે તોયે વિઠલા!
           (૪૮૯) 
સુખઆપે તુ શ્યામળા, હરકતો હરનારા;
તેથી આ સંસાર, વળગ્યો તને વિઠલા!                       
           (૪૯૦) 
નરના નામોવાંચીએ,રામ,કુષ્ણ,ઘનશ્યામ;
રાવણ પાડયુંનામ,વાંચ્યુન ક્યાઈવિઠલા!
          (૪૯૧) 
કાટ કીટાણુ કાષ્ટના,તન ના રોગો થાય;
પંડ્યાના પંડય ને ખાય,વ્હેલાકે મોડાં વિઠલા
          (૪૯૨)
સંતાપે સંતાન ત્યાં, માતા મન મુંઝાય;
પેડ જ પીંખી,વિંછણ બચ્ચાં વિઠ્ઠલા!
          (૪૯૩) 
તપેશ્વરીના તાપને, જમ પણ થંભે જોઈ ;
મચ્છગંધામાં મોઈ, વટલી બેઠાં વિઠ્ઠલા!
          (૪૯૪)   
મહિમા તારો માનુનિ, નચવ્યા નરો અગાથ ;
મોરલીયુગ નુ રાજ (જેમ)વિષધર નાચે વિઠ્ઠલા!
          (૪૯૫)   
લક્ષ્મી વરી ન હોતતો, ખીસે ખલકત દામ ;
ફરતા ફક્કડ રામ, વિષ્ણુ કે'વાત      વિઠ્ઠલા!
            (૪૯૬) 
કલેશ કરે છે કામિની,નિત્ય કજીયા નુ નિમ ;
(ઈ)કેવીક વાલી હીમ, વરને લાગે વિઠ્ઠલા!
             (૪૯૭) 
પરબ દિવાળી હોળીનાં સાતમ ને સોમવાર ;
એવા દિન બે ચાર,(ઈતો)વરસે આવે વિઠ્ઠલા!
              (૪૯૮)   
પચે ન એવું પેટ છે, પીરસો નહિં પકવાન ;
ખવડાવો ખડધાન, (એને)વાલુ લાગે વિઠ્ઠલા!
          (૪૯૯)   
નરને સાકર છે ગળી, ખરને લાગે ઝેર ;
ખાનારા માં ફેર વસ્તુ એકજ વિઠ્ઠલા!
         (૫૦૦)
 વિધ વિધ પીરસી વાનીગીઓ, મોંઘા જેનાં મુલ;
કપટી કાઢે ભુલ, ( કે ) વધાર ઓછો વિઠ્ઠલા!

              (૫૦૧)
કપટી ગોતે કાંકરા, સુજાણ શોધે સ્વાદ;
અલિને ફૂલડાં યાદ, વાયસ અખાજ વિઠ્ઠલા!
              (૫૦૨)
દોલત મારા દિલની છડે ચોંક છે છૂટ;
લુટાઈ  તો  તું  લુટ વેધુ હોતો વિઠલા!
           (૫૦૩)
અલંકાર ને ભાવ અર્થ, સાગર વર્ણસગાઈ ;
ચાંચે  રહ્યું સમાઈ, વારિ  પીધું  વિઠલા!
           (૫૦૪)
બેનકુંવર બા માત છે, મણિશંકર તાત;
લખી વંચાશે વાત, વારે પરબે  વિઠ્ઠલા!
           (૫૦૫)
ત્રાપજકર તખલ્લૂસ છે,પરમાનંદ સુનામ;
ત્રાપજ ગોકુળ ગામ, વતન કવિનું વિઠ્ઠલા!
          (૫૦૬)   
યાચું નહિં હું અવરને, કરે  ભલું  શું કોઈ?
ચાતક બેઠો જોય, વર્ષા  સામે  વિઠ્ઠલા!
          (૫૦૭)   
પાવન તારી પ્રેરણા, મને  ન  મળી  હોત ;
પ્રકટત ક્યાંથી જ્યોત? વગર ઘીએ વિઠ્ઠલા!
          (૫૦૮)   
મેળો પંખી નો મળીયો, ખસવું પડે ખચીત ;
(પણ)ગાયેલા જે ગીત, વહ્યાં ન જાશે વિઠ્ઠલા!
          (૫૦૯)   
લીલાબા ના લાડ ને, હરજીવન ના હેત;
સાતે ભવો સમેત વિસરાશે નહિં વિઠ્ઠલા!
          (૫૧૦)   
પાવન સંત સમર્થ છે, મહંત શાંતિપ્રસાદ ;
આપેલ આશીર્વાદ, વચન ફળ્યું છે વિઠ્ઠલા!
          (૫૧૧)   
શાંતિપ્રસાદ ગુરુ મળ્યાં, પુનિત બતાવો પંથ ;
અર્પુ ચરણે ગ્રંથ, વિદુર  ભાજી વિઠ્ઠલા

18 Apr 2020

अरुण गोविल जी ने अपने फेसबुक पेज पे रामायण के दौरान हरदिन क्या पोस्ट डाली देखे |

Know about Arun Govil Ramayanke Ram.  Ram in Ramanand Sagar's Ramayana | अरुण गोविल रामायणके रामके बारे में जाने | रामानंद सागर के रामायण में राम | Know about Arun Govil Ram | कोरोना वायरस के दौरान दूरदर्शन पर दूसरी बार रामायण रिलीज हुई | अरुण गोविल जी ने अपने फेसबुक पेज पे रामायण के दौरान हरदिन क्या पोस्ट डाली देखे | ramayan ke bare me jaane | ramanand sagar ki ramayan ke bare jaane | Arun govil share you memories to ramayan times | Facebook page Arun gohil | ramayan song instrument al | ramayan title song | Ramayan top music | Ramayan tital song | रामायण शिर्ष गीत In 1975, at the young age of 17 he moved to Mumbai to join his brother's business there. After a short while, he found that he no longer enjoyed the work and decided to find something more enjoyable.[7] After doing dramas in college he decided to start acting. Govil got his first break in Indian cinema in the 1977 film Paheli, when he was introduced to Tarachand Barjatya by his sister-in-law Tabassum.[9] Barjatya was really impressed by Govil's performance in the film and he signed him a three-film-deal — Kanak Mishra's Sawan Ko Aane Do (1979), Vijay Kapoor's Raadha Aur Seeta (1979) and Satyen Bose's Saanch Ko Aanch Nahin (1979). Sawan Ko Aane Do became a major success at box office catapulting Govil to stardom.[10] Raadha Aur Seeta was a box office failure while Saanch Ko Aanch Nahin was another success at box office.[11] He featured in Kanak Mishra's Jiyo To Aise Jiyo (1981) which was the 30th biggest hit of that year.[17]
Ramanand Sagar cast Govil as Vikramaditya in his television series Vikram Aur Betaal and Rama in his highly successful television series Ramayan, for which he won the Uptron Award for "Best Actor in a Leading Role" in 1988.
His role as Rama provided great exposure to him and led to him being cast in other religious-based roles, including Harishchandra in Vishwamitra (TV series) and Buddha in TV series Buddha. Arun Govil has worked in movies of several languages. He has worked in Oriya movies like Bidhira Bidhan (1989) and many Telugu movies like Edu Kondalaswamy (1991), Govindha Govindha (1993), The Great Robbery (1996) and Aa re Kaaliya. He has also got an opportunity to anchor a show on lord Ram, Jahan Jahan Ram Charan Chali Jaahi. He also lent his voice in 1992 mythological Indo-Japanese animation movie Ramayana: The Legend of Prince Rama as Lord Rama.[14]
He later set up a production company with his Ramayan co-star Sunil Lahiri. He produced and acted in Mashaal, a TV series based on the Indian independence movement. His wife Shrilekha acted and co-produced the show as well. Recently he appeared on Season 2 of The Kapil Sharma Show along with ramayan co stars Dipika Chikalia and Sunil Lahri.
अरुण गोविल एक हिन्दी फिल्म एवं दूरदर्शन अभिनेता हैं। इन्होने रामानंद सागर निर्मित हिन्दी धारावाहिक रामायण में राम की भूमिका निभायी थी। इससे इनको बहुत प्रसिद्धि मिली।
अरुण गोविल का जन्म राम नगर उत्तरप्रदेश में हुआ | इनकी प्रारम्भिक शिक्षा उत्तरप्रदेश से ही हुई | उन्ही दिनों यह नाटक में अभिनय करते थे | इनके पिता चाहते थे कि यह एक सरकारी नौकरीपेशा बने पर अरुण गोविल का सोचना विपरीत था | अरुण कुछ ऐसा करना चाहते थे जो यादगार बने, इसलिए सन् १९७५ में यह बम्बई चले गए और वहाँ खुद का व्यवसाय प्रारम्भ किया उस वक्त यह केवल १७ वर्ष के थे | कुछ दिनों के बाद इन्हें अभिनय के नए नए रास्ते मिलना शुरु हुए|
प्रमुख धारावाहिकसंपादित करें

अरुण गोविल ज्यादातर राजश्रीवालों की पारिवारिक फ़िल्मों में काम करते थे, जिनमें जीवन मूल्यों को अनदेखा नहीं किया जाता है। रामानंद सागर-निर्देशित रामायण में भगवान राम का किरदार भी ऐसे ही था। इसलिए गोविल भी राम का किरदार अच्छे से कर पाए और यही उनकी शोहरत का मुख्य कारण बना।[1]
https://youtu.be/rPb6GQrQRAI

13 Apr 2020

ધોરણ 7 અને 8 સમાજિક વિજ્ઞાન વિડિઓ social science videos std 7 and 8 All unit

@:
*ધોરણ-7 સામાજિક વિજ્ઞાન સત્ર-પહેલું*

એકમ 1 બે મહારાજ્યો
https://youtu.be/LMtNgf5eoBI

એકમ 2 પૃથ્વી ફરે છે
https://youtu.be/1NWbUIIDREk

એકમ 3 સરકાર
https://youtu.be/c2Pd1je7cF0

એકમ 4 રાજપૂતયુગ
https://youtu.be/n0iFGSOSkHI

એકમ 5 સ્થળ અને સમય
https://youtu.be/v6OVRXLLVeA


એકમ-6 મધ્યયુગીન શાસન વ્યવસ્થા અને સ્થાપત્ય
https://youtu.be/veJuWbsr2-8

એકમ 7 ભારત: સ્થાન,સીમા,વિસ્તાર અને ભૂપૃષ્ઠ
https://youtu.be/8Rzn7acVz1Y

એકમ-8 મધ્યયુગનું દિલ્હી દર્શન
https://youtu.be/SMEhNz84g9Q

એકમ 9 રાજ્યની શાસન વ્યવસ્થા
https://youtu.be/p2-XEecZuaY
✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻
*ધોરણ-7 બીજું સત્ર*
એકમ 1 મધ્યયુગીન ગુજરાત
https://youtu.be/AbI3bfomwVk

 એકમ 2 ભારત: આબોહવા અને કુદરતી સંસાધનો
https://youtu.be/GtLSPPtHCFA

એકમ 3 અદાલતો શા માટે?
https://youtu.be/TlULiwz28Gs


 એકમ 4 મુઘલ સામ્રાજ્ય : સ્થાપના અને વિસ્તરણ
https://youtu.be/o5-xYmD_OtU

એકમ 5 ભારત: ખેતી,ઉદ્યોગ અને પરિવહન
https://youtu.be/mzk_nzX3LhA

એકમ-6 મુઘલ સામ્રાજ્ય : સુવર્ણયુગ અને અસ્ત
https://youtu.be/8E6ugOGn-Ds

એકમ 7 બજારમાં ગ્રાહક
https://youtu.be/pTsaeIUsF80

એકમ 8 મધ્યકાલીન સ્થાપત્યો
https://youtu.be/3RKgASySLlY

એકમ 9 ભારત: લોકજીવન
https://youtu.be/CLcU5x8ySzE


એકમ 10 જાહેર મિલકત
https://youtu.be/K8AzWMOvtnQ

એકમ 11 ઈશ્વર સાથે અનુરાગ
https://youtu.be/Q-qMJoNHAuQ

એકમ 12 ખંડ પરિચય : ઉત્તર અમેરિકા,દક્ષિણ અમેરિકા અને યુરોપ
https://youtu.be/j3Vkynjdbts

*સા વિ. ધોરણ-8 સત્ર-1*
💥💥💥💥💥💥💥
એકમ 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન
https://youtu.be/_l4deJEhw3E


એકમ 2 આપણી આસપાસ શું ?
https://youtu.be/7KhxDckgAzY

એકમ 3 ભારતનું બંધારણ
https://youtu.be/m_91lps-hvE


એકમ 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા?
https://youtu.be/W7X-0Q25Yug


એકમ 5 પ્રાકૃતિક પ્રકોપો
https://youtu.be/PdUissf63w0


એકમ-6 અંગ્રેજ શાસનની ભારત પર અસર
https://youtu.be/Dr136dRN7_w

એકમ 7 આબોહવાકીય ફેરફારો
https://youtu.be/zHNGujb-wrI

એકમ 8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા
https://youtu.be/WTZIATUyqvc


એકમ 9 ઈ.સ. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ
https://youtu.be/sLSHfrPthQU

💥💥💥💥💥💥💥
*ધો.8 સા.વિ સત્ર-2*

એકમ 1 ધાર્મિક-સામાજિક જાગૃતિ
https://youtu.be/mRaXfJyqnc0


એકમ 2 પર્યાવરણીય પ્રદુષણ
https://youtu.be/CmU88kJ0mpI


એકમ 3 ભારતમાં રાષ્ટ્રવાદ
https://youtu.be/EcoZlzO-Us8

એકમ 4 સર્વોચ્ચ અદાલત
https://youtu.be/eLqqTRgtSCk

એકમ 5 ભારતના ક્રાંતિવીરો
https://youtu.be/4sX5GBaQ9xc

એકમ 6 માનવ સંસાધન
https://youtu.be/v4ePaiENLjw

એકમ 7 મહાત્માના માર્ગ પર : 1
https://youtu.be/xwZX10xuq6I


 એકમ 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય
https://youtu.be/bwmJb5buTDU

એકમ 9 આપણી અર્થવ્યવસ્થા
https://youtu.be/fSUzFTw-1tk

એકમ 10 મહાત્માના માર્ગ પર : 2
https://youtu.be/Cw4zhHBSz0M

એકમ 11 સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન)
https://youtu.be/D2_ZHwlLSC4


એકમ 12 આઝાદી અને ત્યાર પછી...
https://youtu.be/HQ0lka20GvA

એકમ 13 સ્વતંત્ર ભારત
https://youtu.be/bGH5IvxjOCs


એકમ 14 ખંડ પરિચય: આફ્રિકા અને એશિયા
https://youtu.be/O7lxZCNTydc

6 Apr 2020

NEW NCERT સામાજિક વિજ્ઞાન social science videos

*NEW NCERT આધારિત નવા અભ્યાસક્રમના વિડિઓ જોવા માટે ભુલીયા વગર *Edu set* *ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સેર કરો લાઇક આપો......*
🔥ધોરણ-6
🔥સામાજિક વિજ્ઞાન
🔥 *પ્રથમ સત્રના તમામ એકમ જોવો ખુબજ સુંદર એનિમેશન સાથે ઉપલબ્ધિ તદ્દન ફ્રી.....*. 💥💥💥💥💥

*એકમ-1 ચાલો ઇતિહાસ જાણીએ*👇🏻👇🏻👇🏻
https://youtu.be/S1DvILj0zac

*એકમ-2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર*
👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/doL95D_PgqA *

*એકમ-3 પ્રાચીન નગરો અને ગ્રંથો*
👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/DkUxv3rN_dw

*એકમ-4 ભારતની પ્રારંભિક રાજયવ્યવસ્થા*
👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/5gFXWPh6rYg

*એકમ-9 આપણું ઘર પૃથ્વી*
👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/WAEy1Un488A

*એકમ-10 પૃથ્વીના આવરણો*
👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/FioXX2x67HY

*એકમ-11 ભૂમીસ્વરૂપો*
https://youtu.be/99eQBTEp8oY

*એકમ-14 વિવિધતામાં એકતા*
👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/K91s8cekj2s