30 Dec 2013
'રાજ્યના MLAsને ૫ આંકડાનો પગાર તો કર્મચારીઓને કેમ ફિક્સ' - ફિક્સ પગારધારી વાલી સંગઠનની ૬ઠ્ઠીએ આંદોલન માટે બેઠક ધારાસભ્યોને પાંચ આંકડાનો પગાર મળે છે તો રાજ્યના વિવિધ સરકારી વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓને શા માટે ફિકસ પગાર આપવામાં આવે છે. શું ધારાસભ્યોને ઘર-બહાર અને પરિવારજનો છે તો ફિકસ પગારધારી કર્મચારીઓને શું આગળપાછળ કોઇ નથી..? તેવો આક્રોસ વ્યક્ત કરતા ફિકસ પગારધારી કર્મચારીઓ હવે રાજ્ય સરકાર સામે આંદોલન કરવાના મુડમાં આવી ગયાં છે. તે માટે ૬ જાન્યુઆરીના રોજ સેક્ટર-૨૮ના બગીચામાં બેઠક યોજવામાં આવી છે. આ અંગની વિગતો એવી છે કે ફિકસ પગારમાં નોકીર કરી માંડ પરિવારનું પુરુ કરનારા કર્મચારીઓ દ્વારા ફન્કસપગારધારી વાલી મંડળ નામનુ એક સંગઠન બનાવાયુ છે. તેના કાર્યકરો દ્વારા જણાવાયુ છે કે ઘણાં લાંબા સમયથી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં અનેક શિક્ષિત બેકારો ફિકસ પગારથી ફરજ બજાવી રહ્યાં છે. તે તેમામનું સરકાર દ્વારાજ શોષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં મોંઘવારી વધવાના કારણે ફિકસ પગારમાં નોકરી કરનારાઓની હાલત અત્યંત દયનિય થઇ છે. રસોડાનો ખર્ચ, બાળકોની ફીષ ઘર ભાડુ વગેરે કાઢવામાં દર માસે દેવુ કરવાની સ્થિતિ આવે છે. જ્યારે બીજી તરફ પ્રજાના મતોથી ચૂંટાઇને આવેલા દારાસભ્યો પાંચ આંકડાનો પગાર મેળવી લહેરથી જીવવી રહ્યાં ચે. કોઇ નેતાને ફિકસ પગારધારી કર્મચારીઓના હિતની પડી નથી. સરકારના જક્કી વલણના કારણે ફિકસ પગારના કર્મચારીઓ અને તેમના પરિવારજનો તથા વાલીઓ ભારે પરેશાની ભોગવી રહ્યાં છે. ગુજરાત સરકારને હાઇકોર્ટે પુરો પગાર ચૂકવવાનો હૂકમ કર્યો હોવા છતાં સરકાર દ્વારા આદેશનું પાલન કરવામાં આવતુ નથી. બીજી તરફ પુરો પગાર માગનારા ફિકસ પગારધારી કર્મચારીઓને જાણે ગુનેગાર માની તેમનો કેસ સુપ્રિમ કોર્ટમાં લઇ ગઇ છે. તેમણે ધારાસભ્યો અને મંત્રીઓને પણ રાજ્ય સરકારના ફિકસ પગારધારીઓ જેટલો જ પગાર આપવાની માગણી કરી છે. સરકાર સામે આંદોલનની વ્યુહરચના ગોઠવાશે એક યાદીમાં જણાવાયુ છે કે સરકાર પોતાના બાષણોમાં સુશાસન અને સુરાજ્યની વાતો કરે છે. જે યોગ્ય નથી. કારણ કે સમાનતાના સિધ્ધાંત મુજબ સરકારે સમાન કામ સમાન પગાર ચૂકવવાની માગણી કરી છે. આ માટે ૬ જાન્યુઆરીના રોજ સવારે ૧૧ વાગ્યે સેક્ટર-૨૮ના બગીચામાં બેઠક બોલાવીઇ છે. તેમાં ફિકસ પગાર મેળવનારા રાજ્યના સેંકડો કર્મચારીઓ ઉમટી પડશે અને રાજ્ય સરકાર સામે આંદોલન કરવાની વ્યહરચના ગોઠવશે.
29 Dec 2013
હવે CCC પાસ કરે એને જ બઢતી પહેલા બઢતી પછી પરીક્ષા નહિ, હવે CCC પાસ કરે એને જ બઢતી ગુજરાત સરકારના અધિકારીઓ-કર્મચારીઓ જોગ પરિપત્ર : પરીક્ષા બાકી હોય તેવા પપ વર્ષ સુધીના કર્મચારીઓ પરીક્ષા આપી દયે ગાંધીનગર : ગુજરાત સરકારે સરકારી અધિકારીઓ, કર્મચારીઓને બઢતી આપ્યા પછી સી.સી.સી. પરીક્ષા પાસ કરવા છુટ આપેલ તેમાં ફેરફાર કર્યો છે. હવે રાજય સરકારના નોકરીયાતો કોમ્પ્યુટર જ્ઞાનથી આ પરીક્ષા પાસ કરે પછી જ બઢતી કે ઉચ્ચ પગારનો લાભ મળશે. સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ દેવી પંડયાની સહીથી આ અંગે તા. ૧૧-૧૧- ર૦૧૩ના રોજ પરિપત્ર ક્રમાંક પરચ-૧૦ર૦૦પ-૧પ૩ર-ક પ્રસિદ્ધ થયો છે. પરિપત્રમાં જણાવાયું છે કે જે અધિકારી/ કર્મચારીઓને CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મળેલ છે અને જમેણે હજી CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની બાકી છે, તેવા અધિકારી/ કર્મચારીઓએ (૧) તેમની નિવૃત્તિ તારીખ સુધીમાં અથવા (ર) તા. ૩૧-૧ર-ર૦૧૩ સુધીમાં, એ બે પૈકી જે વહેલુ હોય ત્યાં સુધીમાં આ પરીક્ષા અચૂક પાસ કરી લેવાની રહેશે અન્યથા તેમને આપવામાં આવેલ બઢતી/ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ પરત લેવામાં આવશે. તા. ૧-૭-ર૦૧૩ના રોજથી જેમણે CCC/ CCC+ પરીક્ષા પાસ કરી હોય માત્ર તેવા જ અધિકારી/કર્મચારીઓના કેસમાં બઢતી/ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા વિચારણા કરવાની રહેશે અને જે અધિકારી/ કર્મચારીઓએ કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત પરીક્ષા પાસ કરી નહીં હોય તેમને બઢતી/ ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર રહેશે નહીં. હવે બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત CCC/ CCC+ ની પરીક્ષા પાસ કરેલ હોવી એ પૂર્વશરત/લાયકાત છે. જે અધિકારી/ કર્મચારીઓને CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મળેલ છે અને જમેણે હજી CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની બાકી છે તથા જેઓએ પંચાવન વર્ષ પૂર્ણ કરેલ નથી તેવા અધિકારી/ કર્મચારીઓએ તા. ૩૧-૧ર-ર૦૧૩ સુધીમાં આ પરીક્ષા અચૂક પાસ કરી લેવાની થતી હોઇ તેઓ આ બાબતે સરદાર પટેલ રાજય વહીવટ સંસ્થા, અમદાવાદ અને તે સંચાલિત પ્રાદેશિક કેન્દ્રોનો સંપર્ક કરી સ્પીપા દ્વારા આયોજીત CCC/ CCC+ ની પરીક્ષામાં ઉપસ્થિત રહી શકે છે. આ કર્મચારીઓ પૈકી જે કર્મચારીઓ CCCની પરીક્ષા પાસ કરવાની બાકી છે તેઓ પણ ઠરાવની જોગવાઇઓને ધ્યાને લેતા CCC. ને બદલે CCC+ની પરીક્ષા આપી શકે છે. તેમ પરિપત્રમાં જણાવાયું છે.
28 Dec 2013
27 Dec 2013
RBI: નોટ પર કંઇ પણ લખેલું હશે કે ચીતરેલું, તો પણ બજારમાં ચાલશે ➣ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટાત કરી છે કે લોકો લખેલી નોટ સ્વીકારાશે નહીં એ અફવા પર ધ્યાન ના આપે. હાલ આવી નોટ બજારમાં 1 જાન્યુઆરી બાદ પણ ચાલતી રહેશે. આરબીઆઇએ બેન્કોને પત્ર લખીને આ ભૂલ દૂર કરી છે. તેમાં બેન્કોને કહેવામાં આવ્યું છે કે તબક્કાવાર પદ્ધતિથી આવી નોટો ચલણમાંથી બહાર કરો. તેને ફાટેલી તૂટેલીનોટોની સાથે મૂકવામાં આવે. પૈસા લેવા આવે તે ગ્રાહકને લખેલી નોટ ન આપો. સાથો સાથ ATMમાં કેશ મૂકનાર એજન્સીઓ અને બેન્ક ઓફિસરોને પણ એ અંગે સુનિશ્ચિત કરવા પડશે કે ચોખ્ખી નોટ જ કેશ બોક્સમાં મૂકવામાં આવે. આરબીઆઇએ બેન્કો સાથે પોતાની સફાઇમાં કહ્યું કે તેની 'ક્લીન નોટ પૉલિસી' 12 જૂની છે. પહેલાં તબક્કામાં બેન્કોને કહેવામાં આવ્યું છે કે તે નોટ સ્ટેપલ ના કરો. સાથો સાથ તેમાં કંઇ લખશો નહીં. તાજેતરમાં સોશ્યલ મીડિયા પરથી એ અફવા ફેલાઇ હતી કે લખેલી નોટ લઇ જવા પર બેન્ક 1 જાન્યુઆરીથી ગ્રાહકો પાસેથી આવી નોટ જપ્ત કરી લેશે. તેની અવેજમાં તેમને કઇ મળશે નહીં.
હવે એસએમએસને સત્તાવાર દસ્તાવેજ માનવામાં આવશે એટલે કે જે પણ લોકો મોબાઇલ એસએમએસ દ્વારા સરકારી વિભાગોમાં કોઇ કોમ્યુનિકેશન કરશે જેમાં વિવિધ સેવાઓ જેવી કે બિલ પેમેન્ટ, રજિસ્ટ્રેશન વગેરે માટે સરકાર તરફથી મળતા કે ગ્રાહકો દ્વારા થતા એસએમએસ હવે સત્તાવાર દસ્તાવેજ માનવામાં આવશે. કેન્દ્ર સરકારે લોન્ચ કરી મોબાઇલસેવા કેન્દ્ર સરકારે મોબાઇલ ગવર્નેસ પર એક પાઇલટ પ્રોજેક્ટને હાથ ધર્યો છે જે પૂરો થતાં જ સોમવારે કેન્દ્ર સરકારે જાહેર જનતા માટે ૨૪૧ એપ્લિકેશનવાળું એક પ્લેટફોર્મ લોન્ચ કર્યું, આ એપ્લિકેશન્સને માહિતીઅધિકાર (આરટીઆઇ), સ્વાસ્થ્ય, આધાર, શિક્ષણ જેવી સેવાઓની સાથે પણ જોડવામાં આવશે. આ સેવાને શરૂ કરતી વેળાએ ઇલેક્ટ્રોનિક તેમજ આઇટી સેક્રેટરી જે. સત્યનારાયણે જણાવ્યું હતું કે રેલવેની જેમ જ એમએમએસ કે એસએમએસને માન્ય દસ્તાવેજ માનવામાં આવશે. સત્યનારાયણે વધુમાં જણાવ્યું હતું કે હાલ ડિજિટલ સિગ્નેચરવાળાં પ્રમાણપત્રને લીગલ ડોક્યુમેન્ટ તરીકે સ્વીકાર કરવામાં આવે છે તેના જેવી જ સુવિધા હવે મોબાઇલ પર પણ ઉપલબ્ધ કરવાની જરૂર છે, ભારતમાં હાલ ૯૦ કરોડ મોબાઇલગ્રાહકો છે. ઉલ્લેખનીય છે કે હાલ કેટલીક બેન્કો દ્વારા મોબાઇલસેવા પણ આપવામાં આવે છે, જે અંતર્ગત કોઇ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન બેન્ક અકાઉન્ટમાં થાય છે તો એસએમએસ મોબાઇલ પર આવી જાય છે, હવે આ અને આવા કોઇ પણ પ્રકારના એસએમએસ કે જે સરકાર તરફથી કે અન્ય કોઇ પ્રાઇવેટ કંપની તરફથી મળતા હોય તો તે પણ હવે એક સત્તાવાર દસ્તાવેજ જ ગણાશે. ૨૦૧૪ સુધીમાં મોટાભાગના સરકારી વિભાગોને સાંકળી લેવામાં આવશે ડાઇટીમાં સયુક્ત સચિવ તરીકે સેવા આપી રહેલા રાજેન્દ્રકુમારે જણાવ્યું હતું કે મોબાઇલસેવા કે જે સરકારે લોન્ચ કરી તે હવે મોબાઇલ ફોન માટે ડિજિટલ સિગ્નેચર સાથે તૈયાર છે. સરકાર એવા એસએમએસનો ઉપયોગ કરી શકે છે કે જે ગ્રાહકોને કન્ફરમેશન કે અન્ય કોઇ રીતે સરકારી વિભાગો દ્વારા મોકલવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૪ સુધીમાં મોટાભાગના સરકારી વિભાગોને સાંકળી લેવામાં આવશે.
19 Dec 2013
18 Dec 2013
ગઇ કાલે સર્વ શિક્ષા અભિયાન દ્વારા e- content પ્રોગ્રામ હેઠળ શાળામાં ધોરણ-6 થી 8 માટેના સમગ્ર અભ્યાસક્રમ માટેની 28 cd set આવી..ખુબ જ ખુશી થઇ..મનમાં એમ કે એક વ્યવસ્થિત ટાઇમ ટેબલ બનાવી દરેક બાળકોને લાભ આપી આનો સદઉપયોગ કરીશ,,,,, પરંતુ......... આજે જઇને કોમ્યુટર ચાલુ કરી સીડી ચેક કરી તો જુનો અભ્યાસક્રમ નીકળ્યો..!!!!! સાલુ આટલો ખર્ચ આ લોકો કરે છે તો તેમને એ પણ નહિ ખબર હોય કે અત્યારે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં કયા પાઠ્યપુસ્તકો છે ????
vidhya sahayak new છ હજાર વિદ્યાસહાયકની ભરતી માટે ૮૧૬૫ ઉમેદવારો લાઈનમાં.... રાજ્યભરની અપર પ્રાયમરીમાં ગણિત-વિજ્ઞાન વિષયના છ હજાર વિદ્યાસહાયકોની ભરતીના ચોથો તબક્કો શરૂ કરાયો છે. પ્રાથમિક શાળાના શિક્ષક બનવા માટે રાજ્યભરમાંથી ૮૧૬૫ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી છે. અમદાવાદ જિલ્લામાંથી ૮૭૨, મહેસાણામાં ૬૫૪, સાબરકાંઠામાંથી ૫૪૮, રાજકોટમાંથી ૫૪૭, ગાંધીનગર ૪૭૩ફોર્મ જે સૌથી વધુ છે.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની તમામ અપર પ્રાયમીર શાળામાં ગણિત-વિજ્ઞાન વિષયના છહજાર શિક્ષકોની ભરતી માટે ચોથોતબક્કો શરૂ કર્યો છે. ટેટ પરીક્ષા પાસ અને ગ્રેજ્યુએશન સાથે તાલીમી સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી હતી. ગત તા. ૧૦મી ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ હતા. રાજ્યભરના ૮૧૬૫ ઉમેદવારોએ અપર પ્રાયમરીમાં શિક્ષક બનવા ઓનલાઈન અરજી કરી છે. ઓનલાઈન અરજીમાં સૌથી વધુ અરજીઓ અમદાવાદ જિલ્લામાંથી ૮૭૨ આવી છે. જ્યારે સૌથી ઓછી અરજીઓ ડાંગજિલ્લામાંથી માત્ર ૪૩ અને નર્મદા જિલ્લામાંથી ૫૭ જ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી છે.વિદ્યાસહાયકન ી ભરતી માટે ઉમેદવારોએ કરેલી ઓનલાઈન અરજીઓમાં મહેસાણા જિલ્લામાંથી ૬૫૪, રાજકોટમાંથી૫૪૭,સાબરકાંઠામાંથી ૫૪૮ જ્યારે ગાંધીનગરમાંથી ૪૭૩ ઉમેદવારોએ અરજીઓ કરી હોવાનું શિક્ષણ વિભાગના માહિતગાર સુત્રોએ જણાવ્યું છે. વિદ્યાસહાયકની નોકરી મેળવવા ખાલી જગ્યાઓની ૧૩૬ ટકા ઉમેદવારોએ રસ દાખવ્યો છે. ઓનલાઈન અરજીઓ આવી ગયા બાદ આગામી સમયમાં મેરિટ તૈયાર કરી ઉમેદવારોની જિલ્લા પસંદગીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
17 Dec 2013
લોકસભા ચુંટણી નજીક આવતી હોવાથી યુપી નાં મુખ્યમંત્રી અખિલેશ યાદવે માધ્યમિક ના ૨૪૪૮ હંગામી શિક્ષકો ને કાયમી તેમજ પ્રાથમિક ના ૧.૬૩ લાખ શિક્ષક મિત્રો ને નિયમિત પગાર ધોરણ માં સમાવેશ કરવાનો નિર્ણય કરેલ છે . યુપી ના શિક્ષક સંગ ને સુભેચ્છા આશા રાખીએ ગુજરાત માં પણ આવો ચમત્કાર થાય.... लोकसभा चुनाव नजदीक आता देख यूपी की अखिलेश यादव सरकार ने अस्थाई तौर पर शिक्षा के क्षेत्र में लगे लोगों का दामन सौगातों से भरने की तैयारी कर ली है. सूबे के माध्यमिक शिक्षा परिषद के सहायता प्राप्त स्कूलों में बरसों से काम कर रहे 2448 अस्थाई टीचर्स और प्राइमरी स्कूलों में पढ़ा रहे 1.63 लाख शिक्षा मित्रों को नियमित कर बतौर स्थाई टीचर तैनात किया जाएगा. मुख्यमंत्री के प्रमुख सचिव राकेश कुमार गर्ग की ओर से सोमवार, 16 दिसंबर, को इस बारे में बैठक बुलाई गई थी जिसमें बेसिक शिक्षा मंत्री रामगोविंद चौधरी, राज्य मंत्री योगेश प्रताप सिंह की मौजूदगी में इस पर सहमति बनी. वर्ष 2000 से प्राइमरी स्कूलों में पढ़ाने वाले शिक्षा मित्रों को नियमित कर असिस्टेंट टीचर की सैलरी देने पर सहमति बनी. ये शिक्षा मित्र पैरा टीचर की श्रेणी में आते हैं. इन्हें फिलहाल 3500 रुपये प्रति माह मानदेय मिलता है. सरकार का मानना है कि चूंकि ये पहले से ही टीचर की श्रेणी में आते हैं और बच्चों को पढ़ा रहे हैं, इसलिए इन्हें नियमित करने में किसी प्रकार की दिक्कत नहीं आएगी. इसके अलावा 8 अगस्त 1993 से 30 दिसंबर 2000 तक माध्यमिक शिक्षा परिषद से सहायता प्राप्त स्कूलों में रखे गए 2448 अस्थाई टीचर्स को नियमित किया जाएगा. टीचर बनेंगे यूपी के 1.63 लाख शिक्षा मित्र
V.S. BHARTI 2013 MARITNEWS...--> V.S . BHARTI MA JO KOI TECHNICALPROBLEM N AVE TO PELO ROUND 20TARIKH NI AASPAS JAHER THASE...--> PRATHAM ROUND NA CANDIDATENE 23 TARIKHE ANE BIJA ROUND NACANDIDATE NE 26-27 NI AASPASBOLAVSE..--> PRATHAM 2 ROUND GENERALCATEGORY MATE REHSE...(2 THI VADHU PAN AVI SAKE...)--> 1 KALAK MA 50 CANDIDATE NEJILLA PASANDGI APVAMA AVSE..ETLE 1DIVAS MA 400 K 450 CANDIDATE NEBOLAVSE...--> FINAL MARIT MA MARIT NUMBERMA FERFAR THASE...--> 26 JANYUARI K TENI AASPAS NADIVSE ORDER APVAMA AVSE..--> MATHS-SCIENCE NI AA BHARTIPURN THAYA PACHHI FARI THI 3000 NIBHARTI AVSE TEVA NEWS MALYACHE....ETLE AA VAKHTE JENO VARO NAVE TENA MATE GOOD NEWS...--> PELA DIVSE MOTA BHAG NACANDIDATE ABSENT REHSE EVUANUMAN CHE......
શિક્ષણાધિકારીઓ ગામડે-ગામડે જઇ શાળાની ખામીઓ-ખૂબીઓ જાણશે શિક્ષણનું સ્તર વધુ ઉંચુ લાવવા ટુંક સમયમાં ફરી ગુણોત્સવઃ સારૂ હોય એને બિરદાવો, નબળુ હોય ત્યાં ટપારો : ભૂપેન્દ્રસિંહનો આદેશ રાજકોટ : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શિક્ષણનું સ્તર ઉચુ લાવવા કમર કસી છે. દર વર્ષે શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો યોજતી સરકાર દ્વારા ટુંક સમયમાં ફરી ગુણોત્સવ યોજાનાર છે. ગુણોત્સવ સિવાયના સમયગાળામાં નિયમીત રીતે શાળાઓની મુલાકાત લેવા શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દરેક જીલ્લામાં પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સુચના આપી છે. શ્રી ચુડાસમાએ જણાવેલ કે દરેક ગામની શાળામાં શૈક્ષણિક હેતુથી ગામના આચાર્ય, સરપંચ અને અગ્રણીઓની શાળા વ્યવસ્થાપંન સમિતી બનાવવામાં આવી છે. દરેક શિક્ષણાધિકારીને અવારનવાર જુદા જુદા ગામોની મુલાકાત લઇ આ સમિતીના સભ્યો સાથે તેમજ શિક્ષણ ઉત્કર્ષમાં રસ ધરાવતા લોકો સાથે બેઠક યોજવા સુચના આપવામાં આવી છે. શિક્ષકોની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા, શાળાનું પરિણામ, ઇતર પ્રવૃતિઓ, ભૌતિક સુવિધા વગેરે દ્રષ્ટિએ મુલ્યાંકન કરવા જણાવાયુ છે. શિક્ષણાધિકારીઓ તેમની મુલાકાતના આધારે સરકારને અહેવાલ આપશે. સરકાર અહેવાલનો અભ્યાસ કરી જરૂરી પગલા લેશે. અધિકારીઓની આ પ્રકારની મુલાકાતથી શાળામાં અને ગામમાં સારી અસર જોવા મળશે. કોઇ શાળામાં કઇ કચાસ હોય તો સુધારવાની તક મળશે. સારી પ્રવૃતિને પ્રોત્સાહિત કરી શકાશે.
B.ED NEWS
AAPNA SHIXAN NI VADHU EK KATHNAI..B.ED.SEM 1 NI EXAM KAL THI SARU THAY CHHE..ANE SAURASHTRA UNIVERSITY A AAJE BETHAK VYAVSHTHA ANE SEAT NUMBER MA FERFAR KARI BADHA MATE NAVI HALL TICKET AAPI..SAURASHTRA UNIVERSITY NU NALAYAK PARIXA VIBHAG NA TANTRA BHAVI SHIXAKO NE AAJE RITSAR NA LAMBA KARI DIDHA..EXAM MATE NA KOI PAN DHANG DHADA VAGAR NA AAVA HARAMI LOKO SAU.UNI.NA EXAM DEPARTMENT MA SHU..FAKT NASTO ANE MALAI KHAVA J BETHA HOY TEVU LAGE CHHE..SHIXAN SATHE ANE BHAVI VIDHYART...
16 Dec 2013
CCC BABAT
રાજય સરકાર દ્વારા જે કર્મચારીઓને તા. ૩૧/૧૨/૧૩ પહેલા સી. સી. સી. પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી / ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવેલ હોય અથવા વય નિવૃત કે સ્વૈચ્છિક નિવૃત થતા હોય અને સી. સી. સી. પરીક્ષા પાસ કરવાની બાકી હોય તથા આઈ. ટી. આઈ. ના પરીક્ષા કેન્દ્ર ખાતે સી. સી. સી. પરીક્ષા માટેની નિયત અરજી કરેલ હોય અને જી. ટી. યુ. દ્વારા લેવાનાર પરીક્ષામાં ઉપસ્થિત રહેવા સંમતિ આપેલ હોય તેવા કર્મચારીઓએ તેઓએ સંલગ્ન (અરજી આપેલ) આઈ. ટી. આઈ. નો તાત્કાલીક સંપર્ક કરી રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા. ૨૬/૧૧/૧૩ ના ઠરાવથી સી. સી. સી. પરીક્ષા માટેની ફી રૂ. ૧૫૦/- ને બદલે રૂ.૨૦૦/- નિયત કરેલ છે. તે મુજબ પરીક્ષા ફી ના તફાવતની રકમ તા. ૨૦/૧૨/૧૩ પહેલા જમા કરાવવા જણાવવામાં આવે છે.
જી. સી. વી. ટી. દ્વારા તા. ૩૧/૧૨/૧૦ પછીથી સી. સી. સી. પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે છે. સી. સી. સી. પરીક્ષા અન્વયે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવતા નથી. તેમ ગુજરાત કાઉન્સિલ ઓફ વોકે ટ્રેનીંગના નાયબ નિયામકની યાદી જણાવે છે..
...
જી. સી. વી. ટી. દ્વારા તા. ૩૧/૧૨/૧૦ પછીથી સી. સી. સી. પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે છે. સી. સી. સી. પરીક્ષા અન્વયે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવતા નથી. તેમ ગુજરાત કાઉન્સિલ ઓફ વોકે ટ્રેનીંગના નાયબ નિયામકની યાદી જણાવે છે..
...
Subscribe to:
Posts (Atom)